વિવાદાસ્પદ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને શરૂ કરી લાઈવ ફાયરિંગ ડ્રીલ

પેઇચિંગ: વિવાદાસ્પદ દક્ષિણ ચીન સમુદ્રમાં ઉગ્ર બનેલી તંગદિલી વચ્ચે ચીને તેના કોસ્ટ ગાર્ડની એક બ્રાન્ચે તોકિન ગલ્ફમાં લાઈવ ફાયરિંગ પ્રેક્ટિસનો આરંભ કર્યો છે. મેરીટાઈમ સેફટી એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે દક્ષિણના હાયનાન તથા વિયેટનામના ઉત્તરના સમુદ્ર કિનારા સુધી વહાણો અને જહાજોની અવરજવર સોમવારથી બુધવાર સુધી બંધ કરી દેવાઈ છે.

ઈન્ટરનેશનલ આર્બીટ્રેશને પેનલે સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર ચીનના દાવાને ફગાવી દીધો હતો. આ ચુકાદા પછી ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં તેની સૈન્ય ગતિવિધિઓ વેગવાન બનાવી છે. ચીને આ ચુકાદાનો અસ્વીકાર્ય કર્યો છે અને કહ્યું હતું કે આ તેના સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ સમાન છે.રવિવારે ચીને જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે તેના વિમાનો અને જહાજોએ જાપાનના સમુદ્રમાં યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું.

તાજેતરમાં જ ચીને નવી પેઢીનું યુદ્ધ જહાજ તેની નૌ સેનામાં સામેલ કર્યું હતું. આ ઉપરાંત ચીન રશિયા સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત સૈન્ય કવાયત પણ યોજનાર છે.

You might also like