સ્પર્મ ડૉનર માટે ચીનની સ્પર્મ બેંકમાં મૂકવામાં આવી અજીબોગરીબ શરત

ચીનના સૌથી મોટી સ્પર્મ બેંકે એક અજીબોગરીબ નોટિફિકેશન જાહેર કર્યું છે, જેના કારણે ત્યાંના લોકોમાં હલચલ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે પેઇચિંગના એક સ્પર્મ બેંકે પેકિંગ યૂનિવર્સિટી થર્ડ હોસ્પિટલને એક અજીબોગરીબ શરત રાખી છે જે લોકોનો સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને વિશ્વાસ નહીં હોય તેઓ સ્પર્મ ડોનેટ નહીં કરી શકે. ઉપરાંત કેટલીક અન્ય શરતો પણ રાખી છે.

સ્પર્મ ડૉનર માટે છે શરતો:

કહેવામાં આવી રહ્યું છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી અને પ્રમુખ શી જિનપિનને ખુશ કરવા માટે સ્પર્મ બેંકે આ નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશન સ્પર્મ બેંકે બુધવારે શરૂ કરેલા એક સ્પર્મ ડોનેશન અભિયાનનો એક ભાગ છે. સ્પર્મ બેંકે વીચેટ પર એટ નોટિસ જાહેર કરી હતી.

આ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે, ડોનર્સ માટે કેટલીક શરતો જણાવવામાં આવી હતી.આમા કહેવામા આવ્યું છે કે, ”ડોનર્સે પોતાની માતૃભૂમિથી પ્રેમ હોવો જોઇએ, કમ્યુનિસ્ટ પાર્ટીનું નેતૃત્વ સ્વીકારતો હોવો જોઇએ, પાર્ટીના કાર્યો અને તેના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિષ્ઠાવાન હોવો જોઇએ.” સહિતના કેટલીક શરતો રાખવામાં આવી હતી.

જો કે આ આધાર પર બેંક કેવી રીતે ડોનર્સનું વેરિફિકેશન કરશે તે અંગે હજુ સુધી સ્પર્મ બેંકે કંઇ સ્પષ્ટીકરણ નથી આપ્યું. સમાચાર એજન્સી એએફપીએ જ્યારે સ્પર્મ બેંકને પૂછવાની કોશિશ કરી કે શું આ શરતો સરકારી પોલિસીનો ભાગ છે? તો તેના પર કોઇ જવાબ ન મળ્યો.

ચીનના નેશનલ હેલ્થ કમિશન મુજબ, ચીનમાં 23 સ્પર્મ બેંક છે, પણ ત્યાં સ્પર્મ ડોનર્સની અછત છે.

You might also like