ચીની વસ્તુઓનો બહિષ્કાર ભારતને કઇ રીતે પરવડે તેમ નથી : રિપોર્ટ

અમદાવાદ : જો તમે એક ભારતીય નાગરિક છો અને વ્હોટ્સએપ વાપરી રહ્યા છો તો તમારા પર ચાઇનીઝ પ્રોડક્ટનાં બોયકોટનાં મેસેજ જરૂર આવ્યા હશે. તમે જે ખરીદી કરીને પૈસા ચીનને આપી રહ્યા છો તે જ પૈસા ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે. માટે ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર કરો વગેરે વગેરે…..

જો કે આ પ્રકારનાં મેસેજ અને ભુમિગત હકીકત વચ્ચે કેટલું અંતર છે. મેસેજ ગમે તેવા ફરતા થઇ રહ્યા હોય પરંતુ નવી દિલ્હીને ચીન પર પ્રતિબંધ લાદવો પોસાય તેમ જ નથી. જો ચીનની પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવે તો ભારતમાં એકાએક ફુગાવો વધવાની શક્યતા છે. ખાસ કરીને મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ફુગાવો અસામાન્ય સપાટીએ પહોંચી શકે છે.

ભારતનો સૌથી મોટો દોરોમદાર અમેરિકા અને જાપાન કે અન્ય કોઇ પણ દેશ કરતા ચીનની પ્રોડક્ટ પર વધારે ફોકસ છે. જેથી જો ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે તો ચીન કરતા ભારતને જ વધારે નુકસાન પહોંચે તેમ છે. જો કે સાથે સાથે ચીનનાં એક નિષ્ણાંતે તે બાબતે જણાવ્યું કે સરકારનું વલણ પાકિસ્તાન તરફી છે તેની પાછળ ઘણા કારણ છે.

જો કે તેઓએ ચીનની સરકારથી અલગ હટીને જણાવ્યું કે, ચીનનાં કેટલાક નાગરિકો તો એવા છે જેઓ પાકિસ્તાનને સારી રીતે જાણતા પણ નથી. જ્યારે ભારત વિશે લગભગ દરેક નાગરિક જાણે છે. નાગરિકોનો જુકાવ ભારત તરફી છે. પરંતુ ચીનની સરકારે પાકિસ્તાન તરફી વલણ રાખવું પડે છે તેની પાછળનું સૌથી મોટુ કારણ છે ચાબહાર પોર્ટ. ચાબહાર પોર્ટ પરથી ચીનનો મોટા ભાગનાં માલનો નિકાસ થાય છે. તેથી ચીને કોઇ પણ પરિસ્થિતીમાં તે પોર્ટ ગુમાવવું પાલવે તેમ નથી. ત્યાંથી ચીનની દરેક આયાત અને નિકાસ થાય છે.

ચીનનો દરેક નાગરિક સારી પેઠે સમજે છે કે ચીનનું સૌથી મોટુ માર્કેટ ભારત છે. ભારતીયો વિના તેમનું અસ્તિત્વ ઘણુ મુશ્કેલ છે. જો કે તેમ છતા પણ ચીની વસ્તુઓ ભારતીય જીવનમાં એ રીતે વણાઇ ગઇ છે કે તેનો બોયકોટ શક્ય જ નથી. જો તમે જોશો તો મોટા ભાગનાં મોબાઇલ ફોન ચાઇનાના છે. મોટા ભાગનાં ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનનાં ગેઝેટ ચાઇનામાં નિર્મિત હોય છે. જ્યારે મુળ ભારતમાં નિર્મિત વસ્તુઓ ચાઇનીઝ પ્રોડક્ટ કરતા બમણી કિંમતે મળી રહી હોય છે જે ખરીદદારને પોસાય તેમ નથી.

મુંબઇની લોહાર ચાલમાં જઇને તમે જોશો તો સેંકડો દુકાનોમાં રોશની થઇ રહી હશે. હોલસેલનાં વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા હશે. આ તમામ પ્રોડક્ટ ચાઇનીઝ છે. આ માર્કેટમાં થતા સોદાઓ અને વેપાર જોતા તમને જરૂર અનુભવ થશે કે શું આ મેસેજની કોઇ અસર થઇ રહી છે, આ વેપારીઓ જે રીતે ખરીદી કરી રહ્યા છે તે વેચાણ પણ થશે.

You might also like