ચીને દક્ષિણ સાગરના ૨૫૦ દ્વીપ પર કબજો કર્યો, ભારત માટે મુશ્કેલી

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ચીનનો દબદબો વધી રહ્યો છે. ચીને નાના-મોટા ૨૫૦ દ્વીપ પોતાના કબજામાં કરી લીધા છે. ચીનના સમુદ્ર સીમા વિસ્તાર અને અતિક્રમણથી દક્ષિણ અેશિયાના દેશોના માથે ચિંતા વધી ગઈ છે. ભારત અને જાપાન ચીનના પ્રભાવને ઘટાડવાની કોશિશ કરી રહ્યાં છે, પરંતુ અા પ્રયાસ નહીંવત્ જેવો દેખાય છે. અા વાતનો ખુલાસો એક સંશોધનપત્રમાં થયો છે.

મરીન સ‌િમટમાં અા મ‌િહને અા સંશોધનપત્રના રિપોર્ટને પ્રસ્તુત કરવામાં અાવશે. નેવી અને અન્ય સક્ષમ અધિકારીઅોના ઇનપુટના અાધારે અા સંશોધનપત્ર તૈયાર કરાયા છે.  મેરઠ કોલેજના ડિફેન્સ સ્ટડી ડિપાર્ટમેન્ટના એસો‌િસયેટ પ્રોફેસર સંજય કુમારે પોતાના સંશોધનપત્રમાં સમુદ્રમાં ચીનના વધતા વર્ચસ્વનો ઉલ્લેખ કર્યો છે. અાંતરરાષ્ટ્રીય જનરલ સુરક્ષા ચિંતનમાં પ્રકાશિત સંશોધનપત્રમાં ડો. સંજયે કહ્યું કે ચીને દક્ષિણ સાગરના નાના-મોટા લગભગ ૨૫૦ દ્વીપ પર પોતાનો ઝંડો ફરકાવ્યો છે. હવે અા દ્વીપ સંપૂર્ણ રીતે ચીનના કબજામાં છે.

અા દ્વીપનું કુલ ક્ષેત્રફળ ૧૫ કિમી છે. કેટલાક પર તો પોર્ટ પણ બનાવાયાં છે. અા કારણે સાઉથ અેશિયાના દેશ ભારત, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન, મ્યારમાર અને સિંગાપોર ચિંતિત છે. કબજો અે રીતે કરાયો છે કે અા દ્વીપ તે દેશોની સીમાની ચારે તરફ છે. ચીન સુનિયોજિત રીતે પોતાની સીમાનો વિસ્તાર કરી રહ્યો છે.

દ્વીપ પર કબજા પાછળ ચીનના બે મોટા ઇરાદા
સમુદ્રના સંદર્ભમાં અાંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જ્યાં સુધી દેશનો કબજો છે ત્યાં સુધી ૨૦૦ માઈલ અાગળ સુધી દેશનું ક્ષેત્ર માનવામાં અાવશે. ડો. સંજયનું કહેવું છે કે ચીનનાં તેમાં બે મોટાં હિત છુપાયેલાં છે. એક તો અા દ્વીપ પર ખનીજનો ભંડાર છે. હવે તે ચીનની સંપત્તિ બન્યા છે. ભવિષ્યમાં તે પડોશી દેશો સાથે વેપારમાં રૂપિયા વસૂલી શકે છે. દુનિયામાં ૯૫ ટકા વેપાર સમુદ્ર માર્ગેથી થાય છે. સાઉથ અેશિયાના દેશો તેનાથી ચિંતિત છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના પોર્ટનો ચીન પહેલાંથી જ ઉપયોગ કરી રહ્યું છે. સંશોધનપત્રમાં સૂચન કરાયાં છે કે સાઉથ અેશિયાના દેશોઅે ‌િદ્વપક્ષીય સંબંધોને સારા કરવા પડશે.

You might also like