સમગ્ર ચીનમાં બરફનાં તોફાનોથી જનજીવન ઠપ્પ

બેજિંગ : બરફના તોફાનોએ ઉત્તર ચીનના મોટા ભાગના વિસ્તારોને તેની ઝપટમાં લઈ લીધા છે. બેજિંગ, તિઆન્જીન, હેબેઈ પ્રાંત અને મોંગોલિયા સ્વાયત્ત પ્રદેશમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વિમાનસેવા અટકાવી દેવાઈ હતી અને બુલેટ ટ્રેનોની ગતિ ધીમી પડી ગઈ હતી. બેજિંગમાં ગઈકાલે શહેરની શેરીઓ પરથી બરફ દૂર કરવા માટે હજારો લોકો અને સેંકડો વાહનોને કામે લગાડવામાં આવ્યા હતા. જ્યારે બેજિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ ૩૦૦ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
સ્થાનિક શિક્ષણ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે બરફવર્ષાને લીધે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. મોટાભાગના સ્થળોએ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિમાનસેવા બંધ કરી દેવાઈ હતી અને બુલેટ ટ્રેનો પણ તેના નિર્ધારીત સમય કરતાં મોડી દોડતી હતી.
દરમ્યાન બેજિંગ હવામાનવિભાગે બરફવર્ષાને લીધે રસ્તાઓ પર વધુ બરફ જમા થવા માટે એલર્ટ જાહેર કર્યું હતું. મોંગોલિયાના અંતરિયાળ વિસ્તારમાં અને શાંઝી અને હેબેઈના ઉત્તર પ્રાંતોમાં તથા બેજિંગ અને તિઆન્જીનમાં વધુ બરફવર્ષા થવાની ચેતવણી અપાઈ હતી. કેટલાંક વિસ્તારોમાં ૧૨ મી.મી.જેટલો બરફ પડવાની આગાહી કરવામાં આવી હતી.

You might also like