સાઉથ ચાઇનાં સી માં વકરશે વિવાદ : ચીને મોકલ્યા જહાજો

બેઇજીંગ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ચેતવણી છતા પણ ચીને વિવાદિત ચીન સાગરમાં નવા યુદ્ધ જહાજો મોકલ્યા છે. આ જહાજ ફિલીપીન્સનાં સમુદ્ર કિનારા નજીક પોતાનાં ડેરા તંબુ તાણ્યા છે. ફિલીપીન્સનાં સંરક્ષણ વિભાગ પાસે આ ત્રણ જહાજની તસ્વીરો છે. ફિલીપીંસનાં ડિફેન્સ મિનિસ્ટર ડેલ્ફિન લોરેજાંએ જણાવ્યું કે અમારી પાસે સાઉથ ચાઇના સીમાં 4 ચીની કોસ્ટગાર્ડ શિપ્સ અને 6 અન્ય બોટ્સની તસ્વીરો છે. ચીનની આ શિપ્સ સ્કારબરો શોલ પાસે રહેલી છે.

ફિલીપીન્સનાં સંરક્ષણ મંત્રી ડેલ્ફિન લોરેંજાનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ જહાજે સ્કારબોરો શોલથી એક માઇલ કરતા પણ ઓછા અંતર પર ઉભેલી છે. સ્કારબોરો શોલ વિવાદીત છે અને ચીન અને ફિલીપીન્સ બંન્ને તેનાં પર પોતાનો દાવો માંડી રહ્યા છે. લોરેંજાનાએ કહ્યું કે શોલની નજીક ગત્ત અઠવાડીયે પણ ચીની બોટને જોવાઇ હતી. તેમાંથી કેટલીક કાંઇક નિર્માણ કરી રહી હતી. તેમણે કહ્યું કે એક જહાજે શોલની બિલ્કુલ નજીક હતી.

ઉલ્લેખનીય છે કે જી20 શિખર સંમેલનનાં પહેલા જ દિવસે મેજબાજ ચીન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતી વણસી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબાએ ચીનને સાઉથ ચાઇના સીનાં મુદ્દે ચેતવણી પણ આપી હતી. ઓબામાએ કહ્યું કે ચીને સાઉથ ચાઇના સી મુદ્દે આક્રમક વલણ દેખાડ્યું તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમ છતા ચીને વિવાદિચ ચીન સમુદ્રમાં નવા જહાજો મોકલ્યા છે.
ઓબામાએ કહ્યું કે અમે સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા ચીનનો સાથ તેવી પરિસ્થિતીમાં જ આપશે જ્યારે તે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરશે અને આંતરરાષ્ટ્રીય કાયદાની સીમાની અંદર રહીને કામ કરશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, સાઉથ ચાઇના સીમાં સ્કારબરો શોલને સૌથી વધારે વિવાદિત સ્થળ માનવામાં આવે છે. ચીને અહીં આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવ્યો છે. શોલ ફિલીપીંસનાં મિલેટ્રી બેઝથી ખુબ જ નજીક છે. જ્યાંથી અમેરિકન લશ્કર સરળતા પુર્વક એક્સેસ કરી શકે છે.

You might also like