ઉત્તર કોરિયા મુદ્દે અમેરિકાને ઝટકો, પરમાણું કાર્યક્રમ મુદ્દે ચીન નહીં બદલે નીતિ

ઉત્તર કોરિયા મુદ્દે ચીને અમેરિકાને એક મોટો ફટકો આપ્યો છે. ઉત્તર કોરિયા સાથે પરમાણું વિવાદ ઉકેલવા મુદ્દે ચીને અમેરિકાને નિરાશ કરી દીધું છે. ચીને કહ્યું છે કે ઉત્તર કોરિયા સાથે પરમાણું વિવાદ ઉકેલવાનાં જુના પ્રસ્તાવને રજૂ કરી દીધો છે. ચીન ઈચ્છે છે કે આ વિવાદનાં ઉકેલ પૂર્વે અમેરિકા આ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ બંધ કરે.

ત્યાર બાદ જ ઉત્તર કોરિયા તેના પરમાણું હથિયારોને ફ્રીઝ કરશે. મહત્વનું છે કે આ પૂર્વે ચીને ડયૂલ ટ્રેક એટલે કે દ્વીપક્ષીય વાટાઘાટોની ભલામણ કરી હતી. એટલે સુધી કે ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયા મુદ્દે ચીન તેની નીતિ છોડવા તૈયાર છે.

જો કે ટ્રમ્પની આ જાહેરાત બાદ જ પેઇચિંગે ફેરવી તોળવ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાનાં પરમાણું કાર્યક્રમને લઈ ચીનનું વલણ સ્થિર અને સ્પષ્ટ છે. ચીને સ્પષ્ટ કહી દીધું છે કે આ વિવાદને ઉકેલવા માટે ચીન તેની સેનાનો ઉપયોગ નહીં કરે.

You might also like