અમેરિકાએ ભારતને ગણાવ્યું વિશ્વાસપાત્ર મિત્ર, ચીને ગણાવ્યો ભેદભાવ

અમેરિકા દ્વારા વન બેલ્ટ વન રોડ (OBOR) પર ચીનનાં કડક વલણની નિંદા પર ચીને આવા કડક વલણને અમેરિકાનાં ભેદભાવ ધરાવતા વલણ સાથે તેની સરખામણી કરી છે. ચીન વિદેશ મંત્રાલયની પ્રવક્તા લિઉ કાંગે જણાવ્યું કે અમેરિકાનો ભેદભાવ દર્શાવતું વલણ એ કેન્દ્રિય હોવું જોઇએ કે જેથી ટીન-અમેરિકા વચ્ચેનાં સંબંધમાં સકારાત્મકતા જોવા મળે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી વિદેશમંત્રી રેક્સ ટિલરસને ભારત યાત્રા પહેલા ચીનનાં દક્ષિણી ચીન દરિયામાં ચાલતી દાદાગીરી પર પ્રતિબંધ લગાવ્યો હતો તો સાથે ભારતને અશિયામાં મહત્વપૂર્ણ કહેવામાં આવ્યું. ટિલરસને કહ્યું હતું કે અનિશ્ચિતતા અને ચિંતાનાં આ સમય દરમ્યાન અમેરિકા, વેશ્વિક મંચ પર ભારત માટે ભરોસામંદ સાથી છે. આ નિવેદન સાથે જ અમેરિકાએ ચીનની ઉપસાવનાર કાર્યવાહીઓનાં મામલે ભારતનો પક્ષ લેવા માટે મજબૂત સંકેત આપ્યો હતો. પરંતુ ચીને અમેરિકાનાં ભારત પ્રત્યેનાં આ વલણને લઇ તેને ભેદભાવ ગણાવ્યો છે.

You might also like