માણસ પછી હવે રોબોટ મૂકશે ચંદ્ર પર પગ

બેજિંગ: ચંદ્ર પર માણસને મોકલ્યા પછી હવે ચીન ચંદ્રના દૂરના વિસ્તારોની માહિતી ભેગી કરવા માટે તેના બંને ધ્રૂવો પર રોબોટને મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

ચીનના રાષ્ટ્રીય અંતરિક્ષ પ્રશાસનના ઉપ નિદેશક વૂ યાનહુઆના જણાવ્યા પ્રમાણે, ચંદ્ર પર અંતરિક્ષ યાત્રીઓને મોકલવાના કિસ્સામાં પણ ચર્ચા વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.

વૂએ મંગળવારે એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે ચેંજ-5 ચંદ્ર મિશન દ્વારા અંતરિક્ષમાં યાત્રીઓને ચંદ્ર પર સુરક્ષિત ઉતારવા અને આવતા વર્ષ સુધીમાં પૃથ્વી પર પાછા ફરવાના ઇરાદા સાથે કામ આગળ વધી રહ્યું છે.

સ્પેસ ઇન્ડ્રસ્ટ્રીમાં પ્રાઇવેટ પૂંજીના જવાબમાં વૂએ કહ્યું કે કોમર્શિયલ સ્પેસ પ્રોજેક્ટ પ્રાઇવેટ રકમ વિદેશીઓના રોકાણ માટે ખુલ્લો છે.

You might also like