વિયેટનામને મિસાઇલ વેચવાની ખબરથી ચીન ભડક્યું ભારત પર

પેઇચિંગ: ભારત અને વિયેટનામ વચ્ચે વધી રહેલા સંબંધોથી ચીન વિફરવા લાગ્યું છે. ચીનના સરકારી મીડિયાએ બુધવારે કહ્યું કે જો ભારત વિયેટનામ સાથે પોતાનું સૈન્ય મજબૂત કરવા પર પગલાં ભરશે તો પેઇચિંગ લડવા માટે તૈયાર છે. જો આ ક્ષેત્રમાં કોઈ મુશ્કેલી ઊભી થશે તો ચીન હાથ પર હાથ ધરીને બેસી નહિ રહે.

ભારતે વિયેટનામને જમનીથી હવામાં મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ વેચવાની યોજના વિશેની ખબર સાંભળીને ચીને પ્રતિક્રિયા આપી હતી. આકાશ મિસાઇલ પદ્ધતિ આપવાની ખબરોથી ચીનમાં ચિંતાનો દોર શરૂ થઈ ગયો હતો. ચીની મીડિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો એને કારણે આ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી કરવામાં આવશે તો ચીન તેનો મુકાબલો કરવા તૈયાર છે અને એને જરાય સાંખી નહિ લે.

ઉલ્લેખનીય છે કે વિયેટનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રૂનેઇ અને તાઇવાન જેવા દેશ ચીન અને સાઉથ ચાઇના સીના દાવા પર ઊભેલા સવાલનો સામનો કરી રહ્યા છે. ચીન વિયેટનામને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ વિયેટનામ વચ્ચે ભાઇચારાનો અહેવાલ આપી ફોસલાવવાની કોશિશ કરી રહ્યું છે.

You might also like