OBORમાં ભાગ ન લેવો ભારતની આંતરિક નાટકબાજી : ચીન

બીજિંગ : વન બેલ્ટ વન રોટ એટલે કે સિલ્ટ રૂપ એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં ભારતે ભાગ લીધો નહોતો. જો કે તેનાં કારણે ચીન ભડકી ગયું છે તે આ પગલાને ભારતનો આંતરિક રાજનીતિક નાટક ગણાવ્યો હતો. ઉપરાંત વિદેશ મંત્રાલયને સવાલ પુછ્યો કે આનો હિસ્સો બનવા માટે ભારત કઇ રીતે વાતચીતનો હિસ્સો બનવા માંગે છે.

જમીન, પાણીના માર્ગે સમગ્ર એશિયા અનેયૂરોપ તથા આફ્રીકાનાં 65 દેશોને જોડનારી ચીનની આ મહત્વકાંક્ષી યોજના પર સોમવારે સમાપ્ત થયેલા સંમેલનમાં 100થી વધારે દેશોએ ભાગ લીધો હતો. પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ સહિત 29 દેશોની સરકારના મંત્રીઓ હાજર રહ્યા હતા. ગુલામ કાશ્મીરમાંથી પસાર થનાર ચીન – પાકિસ્તાન આર્થિક માર્ગનાં કારણે ભારતે તેમાં ભાગ લીધો નહોતો.

ચીની વિદેશમંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગે આંતરરાષ્ટ્રીય સમુહ પાસેથી મળેલી પ્રતિક્રિયાનો હવાલો આપતા કહ્યું કે, બીજિંગ શરૂઆતથી જ ઇચ્છતા રહ્યા છે ભારત આ યોજનાનો હિસ્સો બને. શરૂઆતથી જ યોજના વ્યાપર ચર્ચા, સંયુક્ત ભાગીદારી અને સંયુક્ત લાભનાં સિદ્ધાંત પર આધારિત છે. એવામાં આપણે સમજી નથી શકતા કે અર્થપુર્ણ સંવાદથી ભારતનો તાત્પર્ય શું છે. તે જાહેર અથવા કૂટનીતિક રીતે આ અંગે અમને જણાવી શકે છે.

સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિએ કરેલા સંબોધનનો હવાલો ટાંકતા ચુનયિંગે કહ્યું કે આ યોજનાનો ઇરાદો કોઇ દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતામાં દખલ કરવાનો નથી. કાશ્મીર વિવાદ ભારત – પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે અને બીજિંગનું માનવું છે કે બંન્ને દેશોએ વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઇએ. ગ્લોબલ ટાઇમ્સનાં અનુસાર મિત્રતાપુર્ણ સંબંધો ચીન અને ભારત બંન્નેનાં હિતમાં છે.

You might also like