જિદ્દી ચીન બોલ્યુ- અરુણાચલ પ્રદેશ પાસે ચાલુ રહેશે ખનીજનું ખોદકામ….

ચીને અરુણાચલ પ્રદેશની સરહદ પર ખનીજોથી ભરપુર તિબેટ ક્ષેત્રમાં મોટા પાયે કરવામાં આવી રહેલા ખોદકામનો બચાવ કર્યો છે. ચીને કહ્યુ છે કે, અહિં ભૂ-વૈજ્ઞાનિક ગતિવિધિઓ ચલાવવી તેનો અધિકાર છે.

એક રિપોર્ટ પ્રમાણે ચીન લુનજે કાંઉટીમાં મોટા પાયે સોના, ચાંદી અને બીજા કિંમતી ખનીજોનું ખોદકામ કરી રહ્યુ છે. જેની કિંમત લગભગ 60 અરબ ડોલર છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે આ રિપોર્ટ પર કહ્યુ છે કે, ‘મે પણ એ રિપોર્ટ વિશે સાંભળ્યુ છે. જેમા તે ક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ચીનનો છે.’

ચીન નિયમિત રીતે ત્યાં ભુ-વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અનુસંધાન કરતુ રહે છે. આ પુરી રીતે ચીની સાર્વભૌમત્વના દાયરામા આવે છે. ચીને હંમેશા પર્યાવરણ પરિસ્થિતિના સંરક્ષણને મહત્વ આપ્યુ છે. આવા અહેવાલો પાયાવિહોણા છે.

ભારત અને ચીન 3,488 કિલોમીટર લાંબી સરહદ દર્શાવે છે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીન આ વિસ્તારમાં ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યુ છે. તેનો ઉદ્દેશ્ય એક તરફ દક્ષિણ ચીન સાગર જેવી સ્થિતિ પેદા કરવાનું છે. લૂ એ કહ્યુ, ભારત-ચીન સરહદને લઈ બેઈજિંગનુ વલણ એક સમાન અને સ્પષ્ટ છે.

You might also like