OMG! 24 માર્ચ બાદ પૃથ્વી સાથે ટકરાશે ચીનનું સ્પેસ સ્ટેશન

ન્યૂ દિલ્હીઃ ચીનનું પહેલું સ્પેસ સ્ટેશન Tiangong-1 પૃથ્વી સાથે ટકરાવાનું છે. 8.5 ટન વજન ધરાવનાર સ્પેસ લેબ પૃથ્વીનાં કયા ક્ષેત્રમાં પડશે તેનાં વિશે અનુમાન લગાવવું હજી મુશ્કેલ છે. આ સ્પેસ સ્ટેશનમાં ખતરનાક રસાયણ ભરેલ છે કે જે ઘાતક સાબિત થઇ શકે છે.

મોનિટરિંગ એજન્સીઓનું કહેવું એવું છે કે આ સ્પેસ સ્ટેશન 24 માર્ચથી 19 એપ્રિલની વચ્ચે પૃથ્વી પર પડવાની શક્યતા છે. Aerospace Corporationનાં આધારે Tiangong-1 ધરતી પર એપ્રિલનાં પ્રથમ સપ્તાહમાં જ રી-એન્ટર કરશે. ત્યાં બીજી બાજુ યૂરોપિયન સ્પેસ એજન્સીનું કહેવું એવું છે કે મોડ્યૂલ 24 માર્ચથી 19 એપ્રિલની વચ્ચે પૃથ્વી સાથે ટકરાશે.

2016માં ચીને એવું માન્યું હતું કે Tiangong-1 અનકંટ્રોલ્ડ થઇ ચૂકેલ છે કે જેની નોર્મલ રીતે પૃથ્વી પર એન્ટ્રી નહીં થાય. મળતા રિપોર્ટ અનુસાર મોડ્યૂલની રિ-એન્ટ્રી 43 ડિગ્રી નોર્થ અને 43 ડિગ્રી સાઉથ લેટિટ્યૂડ પર લેન્ડ કરશે. આ મોડ્યૂલ ઉત્તરી ચીન, મિડિલ ઇસ્ટ, સેન્ટ્રલ ઇટલી, ઉત્તરી સ્પેન અને ઉત્તરી રાજ્યો અમેરિકા, ન્યૂઝીલેન્ડ, તસ્માનિયા અથવા દક્ષિણી આફ્ર્રિકામાં પડી શકે છે.

You might also like