ચીને સ્વિકાર્યું, 26/11ના હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ

બીજિંગઃ ચીને પહેલી વખત સાર્વજનિક રીતે સ્વિકાર્યું છે કે મુંબઇમાં થયેલ 26/11ના આંતકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હતો. આ હુમલો 26 નવેમ્બર 2008ના રોજ થયો હતો. જેમાં 164 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 308 લોકો ઘાયલ થયા હતા.

ચીનની સ્ટેટ ટેલીવિઝન ચેનલ CCTV9 હાલમાં એક ડોક્યુમેન્ટ્રી પ્રસારીત કરી હતી. જેમાં લશ્કરે-એ તૈયબા અને પાકિસ્તાનમાં તેના સમર્થકો અંગે જણાવવામાં આવ્યું છે. ચીનના આ નિર્ણયને તેમની નીતિમાં થયેલા પરિવર્તનની દિશા સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે  હાલમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ-એ-મોહમ્મદ સરગના મૌલાના મસૂદ અજહરવને આતંકિયોની યાદીમાં સમાવવાની માંગ કરી હતી. પરંતુ હંમેશા પાકિસ્તાનનો પક્ષ લેનાર ચીને આ પ્રસ્તાવ પર પ્રતિબંધ લાદ્યો હતો. જેને પગલે ચીને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

 

You might also like