ચીની વસ્તુના વિવાદ વચ્ચે અમદાવાદી યુવાનો શું વિચારે છે?

અમદાવાદ: ઉરીમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા બાદ પ્રજામાં પાકિસ્તાન સામે આક્રોશની આગ ફાટી નીકળી છે. દેશભરમાં પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે આવા સંજોગોમાં ચીન ભારતને સાથ આપવાને બદલે પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે તેવામાં ચીનને પાઠ ભણાવવા માટે ભારતમાં ચીનની ચીજ વસ્તુનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

ચાઈનીઝ ચીજવસ્તુઓનાં ભારતમાં ડમ્પિંગથી સ્થાનિક ભારતીય બજારોને મોટો ફટકો પડી રહ્યો છે. દિવાળી પર્વની જ વાત કરીએ તો ફટાકડા, લાઈટિંગ, તોરણ, લેમ્પ, ડકોરેશન પ્રોડક્ટસ જેવી ચાઈનીઝ ચીજવસ્તુઓનું ભારતીય બજારમાં મોટાં પ્રમાણમાં ડમ્પિંગ થાય છે. પરિણામે કુંભાર, આદિવાસી વિસ્તારના લોકો તથા નાના નાના ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલાઓ દ્વારા તૈયાર કરાતી ચીજવસ્તુઓના વેચાણને મોટો ફટકો પડે છે. કોડિયા, રંગોળી, મીણબત્તી જેવી સામગ્રી બનાવનારાઓને યોગ્ય વળતર સુધ્ધાં મળતું નથી. ફટાકડાના બજારમાં પણ ચાઇનીઝ ફટાકડાથી શ્રમિકોની રોજીરોટી સામે પણ પ્રશ્ન સર્જાયો છે. મોબાઈલ એસેસરીઝથી લઈ ખાવા-પીવાની વસ્તુઓમાં પણ ચીન ઘૂસી ગયું છે. ચીન માટે ભારત મોટું કન્ઝયુમર માર્કેટ રહ્યું છે છતાં તેનાં દ્વારા હંમેશાં ભારત વિરોધી નીતિ અપનાવવામાં આવેે છે તથા પાકિસ્તાનના સમર્થનની વાતો થાય છે. આ તબક્કે ચીન સામે પણ બહિષ્કારનું શસ્ત્ર અપનાવી વિરોધ નોંધાવવાનો લોકોએ માર્ગ અપનાવ્યો છે.

ચીન હંમેશાં ભારતના વિરુદ્ધમાં જ રહ્યું છે.અને ચીનની ચીજ વસ્તુ ભારતમાં મોટો કારોબાર કરે છે.અને લોકોને સસ્તી મળે તે માટે લોકો ખરીદી કરે છે,જયારે આ આપણા ભારતમાં બનતી વસ્તુનો અહીંના લોકો નથી કરતા. જેના લીધે નાના દુકાનદારોને નુકસાન થઇ રહ્યું છે.આવા સમયે સ્વદેશી વસ્તુનો વપરાશ કરવો જોઈએ, તેવું અમદાવાદના યુવાનો પણ માને છે.

ઉરીમાં હુમલો થયા પછી ચીન પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે. સહુથી પહેલાં ચીનને પાઠ ભણાવવા માટે હું હવે કયારે પણ ચીની વસ્તુનો ઉપયોગ નહિ કરું.
જય સંઘાણી, નિરમા યુનિ.

ભારતમાં દિવાળીના તહેવારોમાં ચીની બનાવટના ફટાકડા, ઈલેકટ્રિક આઈટમો બંધ થવી જોઈએ. જેથી ચીનને નુકસાન થાય.હું કયારેય પણ ચીની મોબાઈલ કે લેપટોપની ખરીદી નહિ કરું.
ખુશબૂ પટેલ, સાબર એન્જિનિયરિંગ કોલેજ

મારી પાસે ચાઇનાનો જ મોબાઈલ ફોન છે સસ્તા ફોન મળે અને તેમાં બધા સ્માર્ટ ફોન જેવી સુવિધા હોય છે. જેથી હું ચાઇના જ મોબાઈલ કે લેપટોપ કરીદ કરીશ.
અંજના પરમાર, ગુજરાત કોલજ

ચીની પ્રોડક્ટ દિવાળી જેવા તહેવારમાં લાઇટિંગ વાળા દીવામાં જોવા મળશે. તેની સાથે ઘણી બધી અન્ય વસ્તુ મળે છે પણ આ બધી વસ્તુ લેવી એનાં કરતાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ દિવાળી પર જે લોકો સ્વદેશી વસ્તુથી મનાવતા હોય તેમના પાસેથી ખરીદી કરીયે તો તેમને રોજગાર મળી શકે.હું આ વખત ઇકો દીવાલ ઉજવણી કરીશ.
રાધિકા ધારૈયા, ઇગ્નુ કૉલજ

ચીનની દરેક આઈટમોનો બહિષ્કાર કરીશું અને લોકોને પણ કહીશું. આથી ચીનને પણ ખબર પડવી જોઈએ કે આપણે પાકિસ્તાનને સાથ આપીએ છીએ એટલે આપણો માલ ભારત માં વેચાતો નથી. જો આપણે આટલું કરીશું તો પણ એ આપણી દેશ સેવા જ ગણાશે અને આપણા શહીદ થયેલા દેશના સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.
વૃષાંક જાની, સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ

You might also like