દક્ષિણ ચીન સાગરમાં તરતા પરમાણું પ્લાન્ટ્સ બનાવશે ચીન

બેજિંગ: ચીને કહ્યું છે કે દક્ષિણ ચીન સાગરમાં તે પ્રાથમિકતાને આધારે તરતા પરમાણુ પ્લાન્ટ વિકસાવશે. તેની આ કવાયત વિવાદિત સમુદ્રિય ક્ષેત્રમાં હાજર દ્રીપો પર વીજળીની માંગ પૂરી પાડવા માટે છે.

સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઇન્ડ્રસ્ટ્રી ફોર નેશનલ ડિફેન્સના એક ડાયરેક્ટર વાંગ યિરેને જણાવ્યું કે સમુદ્રી ગેસનો ઉપયોગ વધારવા માટે અને સમુદ્રીય પરિયોજનાઓને સ્થાયી ઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે આગામી પાંચ વર્ષોમાં ચીન તરતા પરમાણુ પ્લાન્ટને વિકસાવવાને પ્રાથમિકતા આપશે.

વાંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી દૈનિકને જણાવ્યું કે ચીની અધિકારી મૂળભૂત ટેક્નોલોજી અને સમુદ્રીય પરમાણુ ઊર્જા પ્લાન્ટના ધોરણો પહેલા શોધી ચૂક્યા છે.

You might also like