ચીનની હોંગજુઆને પેરાલિમ્પિકમાં ૪૦૦ મીટરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

રિયોઃ ચીનની જો હોંગજુઆને પેરાલિમ્પિક રમતોત્સવમાં મહિલાઓની ૪૦૦ મીટર T-53 રેસમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દીધો છે. ૨૭ વર્ષીય આ ચીની ખેલાડી ૫૪.૪૩ સેકન્ડ્સનો સર્વશ્રેષ્ઠ સમય નોંધાવ્યો હતો. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની એન્જેલા બલાર્ડના નામે નોંધાયેલો હતો. એન્જેલાએ ૫૪.૬૯ સેકન્ડનો સમય નોંધાવ્યો હતો, જે રેકોર્ડ હોંગજુઆને તોડી નાખ્યો. આ મેડલ તેની પેરાલિમ્પિક કરિયરનો ચોથો ગોલ્ડ મેડલ છે. લંડન ઓલિમ્પિકમાં તેણે ૪૦૦ T-53માં અને ૮૦૦ મીટર T-53માં ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યારે ૨૦૦૮માં બીજિંગ પેરાલિમ્પિક રમતોત્સવમાં તેણે ૮૦૦ મીટર T-53 રેસમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

You might also like