ચીને ભારતીય સીમા નજીક તિબેટમાં બીજુ સૌથી મોટુ એરપોર્ટ ચાલુ કર્યું

728_90

બીજિંગ : ચીને સોમવારે તિબેટનાં બીજા સૌથી મોટા એરપોર્ટ ટર્મિનલને ખુલ્લુ મુકી દીધું હતું. ભારતીય સીમાની નજીક આવેલ આ એરપોર્ટ ટર્મિનલ 10,300 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. 2020 સુધી તે વાર્ષિક 7,50,000 યાત્રીઓ અને 3 હજાર ટન માલ વહન કરવાને યોગ્ય થઇ જશે. નવુ ટર્મિનલ તિબેટમાં ખુલેલા છઠ્ઠુ ટર્મિનલ છે જે ન્યિંગચી મેનલિંગ એરપોર્ટ પર આવેલ છે. આ ટર્મિનલ અરૂણાચલ પ્રદેશની ખુબ જ નજીક છે.

ચીન તિબેટમાં ઝડપી રીતે ઇન્ફ્ર્રાસ્ચ્રક્ચર ડેવલપમેન્ટ કરી રહ્યું છે. જેના કારણે ભારતની ચિંતાઓ વધી છે. ચીને તિબેટમાં રોડ, રેલ અને હવાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આક્રમક રીતે વધારી રહ્યું છે. જેનાં કારણે ચીની સેનાને પણ સીધો ફાયદો મળી રહ્યો છે. ભારતે પણ હાલનાં વર્ષોમાં ચીની સીમા પર રહેલા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસ પર જોર દેવાનું ચાલુ કર્યું છે.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆનાં અનુસાર 2020 સુધી એરપોર્ટ લગભગ સાડા સાત લાખ યાત્રીઓ અને 3 હજાર ટન કાર્ગોને લઇ જવા લાયક થઇ જશે. ન્યિંગચી એરપોર્ટ ચીનનાં પશ્ચિમોત્તર પ્રાંત શાંક્શીની રાજધાની શિયાન માટે નવા એર રૂટને ખોલશે. તિબેટમાં ચીનનાં નાગરિક ઉડ્યન તંત્રનાં પેટાનિર્દેશક લિયૂ વેઇએ જણઆવ્યું કે તે ઉપરાંત નવા ટર્મિનલ ચાલુ થવાની સાથે જ લ્હાસાહ, ગ્વાંગઝો, કનમિંગ, ચોંગક્વિંગ અને શેનઝેન માટે ઉડ્યનનાં ફેરાઓમાં પણ વધારો કરવામાં આવશે.

You might also like
728_90