ચીને પાકિસ્તાન સાથેના LGN ટર્મિનલની ઓફર ફગાવી

ઇસ્લામાબાદ : ચીને પાકિસ્તાનના ગ્વાદર બંદર પર લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ટર્મિનલ બનાવવાની યોજનાને ફગાવી દીધી છે. પાકિસ્તાને ચીનને આ પ્રોજેક્ટનું બિલ્ડ એન્ડ ઓપરેટ પ્રપોઝલ આપ્યું હતું. ચીને કહ્યું કે હવે તેઓ આ પ્રોજ્કટમાં એન્જિનિયરિંગ, કંસ્ટ્રક્શન સહિત તમામ મદદ કરશે પરંતુ આ પ્રોજેક્ટથી દુર રહેશે.

એક અધિકારીનાં અનુસાર પાકિસ્તાનનાં ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યુ કે અમે ચીનને ગ્વાદર પોર્ટ પર ગેસ ટર્નિનલને બિલ્ડ એન્ડ ઓપરેટનું પ્રપોઝલ આપ્યુ હતું. પરંતુ ચીને હવે તેના વિશે પુન વિચાર કરવાની વાત કરી છે. હવે પાકિસ્તાન જ આ પ્રોજેક્ટને ઉભો કરશે અને ઓપરેટ કરશે. ચીન તેમાં એન્જિનિયરિંગ અને કંસ્ટ્રક્શન માટે મદદ કરશે. પાકિસ્તાન ગ્વાદર પોર્ટ પર બે જેટ પણ તૈયાર કરશે.

અધિકારીના અનુસાર ગ્વાદર પોર્ટ પર બે ઓછી કિંમતનાં તરતા એળએનજી ટર્મિનલ બનાવવામાં આવશે. જેનાથી રોજ 1.2 બિલિયન ક્યુબિક ફુટ ગેસ આયાત કરવામાં આવશે. અધિકારીના અનુસાર પભાવ અંગે પણ ચર્ચા થઇ ચુકી છે. ચીનની એક્ઝિમ બેંક, લંડનની ઇન્ટર બેંક ઓફર્ડ રેટથી 2 ટકા વધારે ફાઇનાન્સ આપવા તૈયાર છે.

You might also like