ચીનની વિમાન ક્ષેત્રે મોટી છલાંગ : પ્રથમ સ્વદેશી વિમાનનું સફળ પરિક્ષણ

બીજિંગ : ચીને શુક્રવારે વિમાન ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવી હતી. ચીને પહેલું સ્વદેશી યાત્રી વિમાન શંધાઇ પુંડોંગ હવાઇ મથકથી શુક્રવારે સફળતાપુર્વક પોતાની પ્રથમ ઉડ્યન ભરી હતી. સ્થાનીક મીડિયાનાં અનુસાર સી 919 નામનાં આ વિમાનનાં નિર્માતા કોમર્શિયલ એરક્રાફ્ટ કોર્પ ઓફ ચાઇના લિમિટેડ છે. કંપનીએ જણાવ્યું કે પહેલી ઉડ્યન લગભગ 90 મિનિટની હતી. અને વિમાનની મહત્તમ સ્પીડ 170 નોટ્સ રહી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર જેટ શ્રેણીનાં આ વિમાનનો ઢાંચો શંકરા છ, તેમાં 168 યાત્રીઓ મુસાફરી કરી શખે છે. તેની માનક સીમા 4075 કિલોમીટર છે તથા વિસ્તારિત રેન્જ 5555 કિલોમીટર છે. આ વિમાનનાં નામનો સી અક્ષર ચીન અને સીઓએણએસી બંન્નેનું પ્રતિનિધિત્વ કરે છે.

ચીનની આ પહેલું સ્વદેશ નિર્મિત વિમાન છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યું છે. આ વિમાનને પહેલા જ 23 સ્થાનિક અને વિદેશી ખરીદદારો પાસેથી 570 ઓર્ડર પ્રાપ્ત થઇ ચુક્યા છે.

શુક્રવારે શંધાઇ હવાઇ મથક પર પહેલી ઉડ્યન જોવા માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. લગભગ 90 મિનિટ સુધી ઉડ્યન કર્યા બાદ વિમાન પરત ફરતા જ લોકોએ તેને તાળીઓનાં ગડગડાટ સાથે વધાવી લીધું હતું.

You might also like