ચીને FDIના નિયમો હળવા કરતાં ભારતમાં રોકાણ ઘટશે?

મુંબઇ: ચીને વિદેશી કંપનીઓ માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમોમાં રાહત આપી છે. આ નિયમોના કારણે દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ગણાતી ચીનની અર્થવ્યવસ્થામાં મોટા પ્રમાણમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનના એફડીઆઇ અંગેના નિયમોમાં ઉદારીકરણને કારણે ભારતમાં તેની સીધી નકારાત્મક અસર જોવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આર્થિક પ્રયાસોના કારણે દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો વધ્યો છે અને તેને કારણે એશિયાઈ દેશોમાં તેની સીધી અસર જોવા મળી છે. ચીન સરકારના એફડીઆઇના નિયમો હળવા કરાતાં વિદેશી રોકાણને પ્રોત્સાહન મળશે. તો બીજી બાજુ ભારત જેવા ઊભરતા દેશોમાં રોકાણ ઘટવાની પણ ચિંતા પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ હતી.

You might also like