ચીનમાં સૌથી લાંબી બુલેટ ટ્રેન ‘શાંગરીલા ઓફ ધ વર્લ્ડ’ શરૂ

બીજીંગઃ ચીનમાં સૌથી લાંબી બુલેટ ટ્રેન ‘શાંગલી ઓફ ધ વર્લ્ડ’ શરૂ થઇ ગઇ છે. આ હાઇસ્પીડ ટ્રેન ચીનના દક્ષિણપશ્ચિમ યુનનાન પ્રાંતની રાજધાની કુનમિંગથી બીજિંગ માટે રવાના થઇ છે. આ ટ્રેન 2760 કિલોમીટરની મુસાફરી લગભગ 13 કલાકમાં પૂરી કરે છે. આ ટ્રેનનું નામ શાંગરીલાના લોકપ્રિય રિસોર્ટ પરથી રાખવામાં આવ્યું છે. આ નામનો સૌથી પહેલો પ્રયોગ બ્રિટનમાં ઉપન્યાસકાર જેમ્સ હિલ્ટનને પોચાના ઉપન્યાસ લોસ્ટ હોરિજનમાં કર્યો હતો. કુનમિંગથી બીજિંગ સુધી ટ્રેનમાં દ્વિતીય ક્ષેણીની સીટમાં ટિકિટની કિંમત 11270.57 રૂપિયા (166 ડોલર અથવા તો 1147.5 યુઆન) છે.

આ પહેલાં ચીનમાં સૌથી લાંબા અંતરની બુલેટ ટ્રેન 2298 કિલોમીટર બીજિંગથી ગુઆંગઝૂ સુધી વર્ષ 2012માં ચલાવાઇ હતી. આ સિવાય ચીનમાં 20000 કિલોમીટર હાઇસ્પીડ રેલવે લાઇન પાથરી છે, જે ચીનના અનેક રાજ્યોને જોડે છે. ચીની સરકારનું કહેવું છે કે આ અંતરને વર્ષ 2030 સુધીમાં 45000 કિલોમીટર કરવામાં આવશે.

home

You might also like