ISRO ની સફળતા પર ચીનને થઇ જલન, કહ્યું ભારત હજુ પણ પાછળ

નવી દિલ્હી: ભારત દ્વારા બુધવારના રોજ 104 સેટેલાઇટનું પ્રક્ષેપણ કર્યા બાજ ચારે બાજુ વખાણ થઇ રહ્યા હતા. ISRO ની સફળતા પર મોટાભાગના દેશો ભારતની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ ભારતની સફળતના ચીનથી જોઇ શકાય નહીં. ચીનના એક સરકારી ન્યૂઝપેપરમાં લખ્યું છે કે ભારત હજુ પણ અંતરિક્ષના વેપારમાં અમેરિકા અને ચીનથી ઘણો પાછળ છે.

આ ઉપરાંત એવું પણ લખવામાં આવ્યું છે કે સ્પેસના ક્ષેત્રમાં સફળતા માત્ર નંબરના આધાર પર થતી નથી. એટલા માટે આ એક પૂરતી સફળતા છે અને આ વાત ભારતના વૈજ્ઞાનિકો પણ જાણે છે. એની સાથે જ આ લેખમાં કહેવામાં આવ્યું છે કે હજુ સુધી ભારત તરફથી સ્પેશ સ્ટેશન માટે કોઇ પણ પ્લાન નથી, તો બીજી બાજુ હાલના સમયમાં ભારતનો કોઇ પણ એસ્ટ્રોનોટ અંતરીક્ષમાં નથી. એમના અનુસાર ચીનના બે એસ્ટ્રોનોટ્સએ ગત વર્ષે 30 દિવસ અંતરિક્ષમાં પસાર કર્યા હતાં.

આ પહેલા જ્યારે ભારતનું મંગલયાનનું સફ મિશન કર્યું હતું ત્યારે ચીની મીડિયા દ્વારા પૂરા એશિયામાં ગૌરવની વાત કહી હતી અને કહ્યું હતું કે એ ભારત સાથે મળીને સ્પેસના ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છે છે. નોંધનીય છે કે ભારતમાંઇસરોએ બુધવારે મેગા મિશન જ્વારા વિશ્વ રેકોર્ડ બનાવી લીધો છે. PSLV દ્વારા એક સાથે 104 સેટેલાઇટ નું સફળ લોન્ચ કરવામાં આ્યું, એમાંથી 3 ભારતીય સેટેલાઇટ અને 101 વિદેશી સેટેલાઇટ છે. અત્યાર સુધી આ રેકોર્ડ રશિયાના નામ પર હતો, જે 2014માં 37 સેટેલાઇટ મોકલવામાં સફળ રહ્યો હતો.

VISIT: http://sambhaavnews.com/

You might also like