સિક્કિમનો વિસ્તાર અમારો ભારત અમને નિયમ ન શિખવે : ચીન

બીજિંગ : ચીને સિક્કીમ સેક્ટરમાં સડક બનાવવાનાં કામને યોગ્ય ગણાવ્યું છે. બેઇજિંગે કહ્યું છે કે 1980ની સિનો બ્રિટિશ ટ્રીટી હેઠળ આ એરિયા તેમનાં વિસ્તારમાં આવે છે અને તેમાં કોઇ શંકા નથી. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે આ ટ્રીટી પ્રમાણે સિક્કીમનું પ્રાચીન નામ ઝી હતું. બીજિંગ પોતાનાં સરકારી મીડિયા દ્વારા કહ્યું કે ચીન તો સરહ દને વિવાદનો મુદ્દો બનાવવાથી બચે છે.

ચીન સિક્કિમ સેક્ટરનાં ડોંગલાંગ વિસ્તારમાં માર્ગ બનાવી રહ્યું છે. તેને ડોકલામ વિસ્તાર પણ કહેવામાં આવે છે. જે વિસ્તારમાં ચીન રસ્તો બનાવી રહ્યું છે તેનો એક હિસ્સો ભૂટાન પાસે છે. ભારત સિવાય આ વિસ્તારને મુદ્દે ચીનનો ભૂટાન સાથે પણ વિવાદ છે. ચીન – ભૂટાન વચ્ચે આ વિસ્તાર મુદ્દે 24 વખત વાતચીત થઇ ચુકી છે.

ચીનની આર્મીનો તાજેતરમાં જ સિક્કીમ સેક્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ભારતીય જવાનો સાથે મારામારી કરી. આ દરમિયાન ચીનનાં સૈનિકોએ ભારતનાં 2 બંકરો પણ તોડી પાડ્યા. સિક્કિમનાં ડોકા લા જનરલ એરિયામાં લાલટેન પોસ્ટ પાસે થયેલી આ ઘટના દરમિયાન ચીની સૈનિકોને અટકાવવા માટે ભારતીય જવાનોએ ઘણી જહેમત ઉઠાવવી પડીહ તી. ભારતીય સૈનિકોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે હ્યુમન ચેઇન બનાવીને ચીની સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ધક્કામુક્કી કરતા રહ્યા.

You might also like