ડોકલામ મુદ્દે ચીનનું 15 પેજનું નિવેદન : બિનશરતી સૈનિક હટાવવાની માંગ

728_90

નવીદિલ્હી : ડોકલામ મુદ્દે ચાલી રહેલા વિવાદો વચ્ચે બુધવારે ચીને 15 પેજનું નિવેદન બહાર પાડ્યું છ. આ નિવેદનમાં ચીને ભારતને કોઇ શરત વગર જ પોતાની સેનાને ડોકલામથી હટાવવા માટે કહ્યું છે. ચીને આરોપ લગાવ્યો કે ભારત ભૂટાનને એક બહાના તરીકે વાપરી રહ્યું છે, જો ચીન અને ભૂટાન વચ્ચે કોઇ વિવાદ છે તો તે બંન્ને દેશ વચ્ચે જ રહેવો જોઇએ. ભારતનો તેમાં કોઇ રોલ નથી.

ચીને પોતાનાં નિવેદનમાં કહ્યું કે ભારત આ મુદ્દે એક ત્રીજી પાર્ટી તરીકે એન્ટ્રી કરી રહ્યું છે. ડોકલામનાં બહાને ભારત જે મુદ્દે એન્ટ્રી કરી રહ્યું છે તે ન માત્ર ચીનની સંપ્રભુતા પરંતુ ભૂટાનની આઝાદી અને સંપ્રભુતાને પણ પડકાર ફેંકી રહ્યું છે. ચીનનું આ નિવેદન તેવા જ નિવેદનોની જેમ છે જે વિવાદ બાદથી જ સતત પીએલએ અને વિદેશ મંત્રાલયની તરફથી આપવામાં આવી રહ્યું છે.

નિવેદનમાં જણાવાયું છે કે ચીન પોતાની જમીનની રક્ષા કરવા માટે સક્ષમ છે. કોઇ પણ દેશ અમારી સંપ્રભુતાને પડકારી શકે નહી. ચીને કહ્યું કે ચીની સેના કોઇ પણ પ્રકારનાં વિરોધનો જવાબ આપવા માટે સક્ષમ છે. ચીને કહ્યુંભારતનાં 400થી વધારે જવાનો 18 જૂને લગભગ 180 મીટર સુધી ચીની વિસ્તારમાં ઘુસી ગયા હતા. ચીન આ વિસ્તારને પોતાનો ગણાવી રહ્યું છે. જ્યારે ડોકલામ ભૂટાનનો વિસ્તાર છે. ચીને કહ્યું કે, જુલાઇમાં પણ ભારતનાં લગભગ 40 જવાન એક બુલ્ડોઝર સાથે ચીનની સીમામાં ઘુસી આવ્યા હતા.

You might also like
728_90