ચીન પણ સમજી ગયું છે ભારતની તાકાતઃ રાજનાથ સિંહ

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે રવિવારે આજનાં રોજ નિવેદન આપતાં જણાવ્યું કે ભારતની સીમાઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને પડોશી દેશ ચીનને પણ સમજમાં આવી ગયું છે કે ભારત હવે નબળું નથી રહ્યું. રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં ભારત અને ચીન વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલ વિવાદમાં ડોકલામ મામલાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ચીન સાથે જોડાયેલ વિવાદનો હવે ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે સિક્કિમમાં ડોકલામને લઇ બે મહિનાથી પણ વધારે સમય સુધી વિવાદ ચાલી રહ્યો હતો. બંને દેશનાં જવાનો પણ ડોકલામ મુદ્દે આમને-સામને તૈયાર હતાં. ચીન વારંવાર ભારત પાસે સૈન્યને પરત બોલાવી લેવાની માંગ કરી રહ્યું હતુ્ં. પરંતુ તેમ છતાં ભારત વિવાદનું સમાધાન ન થવા મામલે સૈન્યને ન હટાવવાની વાત પર અડગ રહ્યું હતું. અંતે ચીનને ભારતનાં કડક વલણ સામે નમવું જ પડ્યું. આ મુ્દ્દે જ રાજનાથ સિંહે મોદી સરકારનાં વખાણ કર્યા અને કહ્યું કે ચીન પણ હવે સમજવા લાગ્યું છે કે ભારતની તાકાતમાં હવે વધારો થયો છે.

You might also like