ચીને અમેરિકા સાથે યુદ્ધની આશંકાના પગલે તૈયારીઓ આરંભી

બીજિંગ : ચીને ભવિષ્યમાં અમેરિકા સાથે યુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. તે દક્ષિણ ચીન સાગર અને અન્ય મુદ્દાઓ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સખત વલણ ખુબ જ સાશંકિત છે. જેના કારણે બીજિંગે પોતાની સૈન્ય તૈયારીઓ ઝડપી કરી દીધી છે. પિપલ્સ લિબરેશન આર્મીએ પોતાની અધિકારીક વેબસાઇટ દ્વારા અમેરિકા સાથે સંભવિત યુદ્ધ મુદ્દે સ્પષ્ટ સંકેતોના આદેશ આપ્યા છે.

હોંગકોંગ થી પ્રકાશિત અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પીએલએની આ ટીપ્પણીને વિસ્તૃત રીતે છાપી હતી. વોશિંગ્ટનમાં 20 જાન્યુઆરીએ ટ્રમ્પે શપથ ગ્રહણ કરીને અમેરિકાની કમાન સંભાળી હતી. પીએલએએ તે દિવસે પોતાનીવેબસાઇટ પર યુદ્ધની આશંકા વ્યક્ત કરી હતી. ચીની સેનાની તરફથી કહેવામાં આવ્યું કે લડાઇની સંભાવના હવે વધારે સટીક થઇ ગઇ છે.

એશિયા પ્રશાંત વિસ્તારમાં સુરક્ષાની સ્થિતી જટીલ થઇ રહી છે. વેબસાઇટી તે પણ ટીપ્પણી કરી કે ચીનના કેન્દ્રીય સૈનિક પંચે સંરક્ષણ સંચાલન વિભાગનાં એક અધિકારીએ કરી છે. પંચ ચીનનું હાઇકમાન્ડ છે. પીએલએનાં અનુસાર પુર્વી અને દક્ષિણી ચીન સાગરમાં સેનાની તૈયારી અને દક્ષિણ કોરિયાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી લેસ કરવાની અમેરિકાની જાહેરાતથી પરિસ્થિતી વિસ્ફોટક છે.

You might also like