પાક બાદ હવે ચીનનો કાશ્મીર મુદ્દે બફણાટ

બીજિંગઃ કાશ્મીર ઘાટીમાં છેલ્લાં કેટલાય દિવસથી પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. ત્યારે પાકિસ્તાન બાદ હવે ચીને પણ કાશ્મીર મુદ્દે પોતાના નિવેદન આપ્યા છે. ચીને સત્તાવાર રીતે નિવેદન આપતા જણાવ્યું છે કે કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા ચિંતાનો વિષય છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે જણાવ્યું છે કે કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા એક ચિંતાનો વિષય છે. સાથે જ આ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાનની આશા પણ વ્યક્ત કરી છે.

ચીને જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ રીતે સમાધાન થવું જોઇએ.  લૂકાંગે જણાવ્યું છે કે ચીની પક્ષ મૃત્યુ અને લોકોને થઇ રહેલાં નુકશાનથી ચિંતીત છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ પ્રમાણે લૂએ કહ્યું છે કે કાશ્મીર પર ચીનનું વલણ હંમેશા સમાંતર રહ્યું છે. તેમણે કહ્યું કે ચીન આશા રાખે છે કે સંબંધિત પક્ષ શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનું સમાધાન કરે.

ગત આઠ જુલાઇએ હિજબુલ મુજાહિદ્દીન કમાન્ડર આતંકી બુરહાન વાનીના માર્યાગયા પછી ઘાટીમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા બળોની વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં 39 લોકો મૃત્યુ પામ્યા છે.

તો બીજી તરફ પાકિસ્તાને બુરહાન વાનીના મોત પર આજે બ્લેક ડે મનાવવાની જાહેરાત કરી છે. સાથે જ તેને કાશ્મીરનો મોટો નેતા પણ ગણાવ્યો છે. પાકિસ્તાને કાશ્મીરની પરિસ્થિતીને માનવઅધિકારની વિરૂદ્ધ ગણાવી છે સાથે જ ભારતીય સેનાની ફરીયાદ આંતરાષ્ટ્રીય ફોરમમાં કરવાની વાત પણ કહી છે.

You might also like