ચીનમાં પૂરની ભયાનક પરિસ્થિતી

બેઇજિંગ: ચીનમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નદીઓ અને બંધો ભયજનક જળસપાટી વટાવી ચૂક્યાં છે.  વિવિધ રાજ્યોના અનેક શહેરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈન્ટરનેશનલ ડિઝાસ્ટર ડેટાબેઝ પ્રમાણે પૂર અને વરસાદના કારણે અંદાજે રૂ. 1.5 લાખ કરોડ (22 બિલિયન ડોલર)નું નુકસાન થયું છે. ચીનના ઈતિહાસમાં બીજી વખતનું સૌથી મોટું પૂર છે. વર્ષ 1998માં ચીનમાં વરસાદના કારણે 44 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.

ચીનમાં ભયાનક પૂરની પરિસ્થિતી છે. ત્યારે પૂરના પાણીને રોકવા માટે ડેમને વિસ્ફોટ કરને ઉડાવવામાં આવ્યા છે. બે તળાવ વચ્ચે કરેલા બંધને પણ તોડવામાં આવ્યો છે. સાથે જ એક હજાર મકાનોને પણ વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યા છે. પૂરના કારણે 21 હજાર સ્ક્વેર માઈલનો પાક નાશ પામ્યો છે. હવામાનના કારણે થતી મુશ્કેલીઓને રોકવા માટે ચીન જિઓ સાઈન્ટિફિક સેટેલાઈટ લોન્ચ કરશે. તે સિવાય જાપાન, તાઈવાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ છે. પાકિસ્તાનમાં અંદાજે વરસાદના કારણે 83 લોકોના મૃત્યુ થયા છે.

 

You might also like