અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મોસની તૈનાતીથી ચીન કેમ ગભરાયું?

બીજિંગ: ભારત ચીન સરહદ પર ભારત દ્વારા બ્રહ્મોસ મિસાઇલ ગોઠવવામાં આવતા ચીનના સુરક્ષા મંત્રાલયે ઔપચારિક રીતે ચિંતા વ્યકત કરી છે.ચીને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ભારત સરહદી વિવાદિત ક્ષેત્રોમાં વિકસિત બ્રહ્મોસ મિસાઈલ તૈનાત કરવાના બદલે આ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા વધારવાનું કામ કરે.ચીનના સુરક્ષા મંત્રાલયના પ્રવક્તાઅે આ વાત કહી હતી.

ચીનના સુરક્ષા મંત્રાલયના પ્રવક્તા વૂ ચને વધુમાં જણાવ્યું કે ભારત સાથે પહેલા સરહદ ઉપર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સહમતી સધાઈ હતી અને હવે આ વાત અમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે.સરહદ ઉપર મિસાઈલ ગોઠવવા કરતાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં ભારતને લાંબાગાળાનો ફાયદો થશે.

ઉલ્લખેનીય છે કે શિખર સંમેલન દરમ્યાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહીને ચીનના રાષ્ટ્રપતિ શિ ઝીન્પિંગને મળશે.ચીન જતા અગાઉ મોદી વિયેતનામનો પ્રવાસ કરશે ત્યાં વિયેતનામ સહીત અન્ય 5 દેશોને બ્રહ્મોસ મિસાઈલ વેચવાના અંગેના કરાર કરશે.

અરુણાચલ પ્રદેશના 90,000 વર્ગ કિલોમીટરના વિસ્તાર ઉપર ચીન પોતાનો હક જમાવી રહ્યું છે,જયારે ભારતે આક્ષેપ કર્યો છે કે ચીન દ્રારા અકસાઇ ચીનમાં ભારતની 38,000 વર્ગ કિલોમીટરની જમીન પચાવી પાડી છે.આ ઉપરાંત ચીન દ્રારા પાકિસ્તાનને અઢળક નાણાંકીય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

આ ઉપરાંત ચીન દ્વારા સતત પોતાના પાડોશી દેશોને હેરાનગતિ કરવામાં આવી રહી છે.થોડા સમય અગાઉ ચીન અને વિયેતનામ વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ ઉભી થઇ હતી.જેથી વિયેતનામે ચીન સામે પગલા લેવાની વાત કરી હતી.ચીન અને વિયેતનામ વચ્ચે ઘણા સમયથીં વિવાદોમાં ઘેરાયેલા સાઉથ ચાઈના સીમાં ધીમે તણાવ વધી રહ્યો છે.આ દરિયામાં ઘણા ટાપુઓ પર પોતાનો દાવો કરી કરી રહેલા વિયેતનામે રોકેટ લોન્ચર્સ રવાના કર્યા છે. આ રોકેટ China ના ટાપુઓ પર આવેલા રન વે અને સૈન્ય મથકને ટાર્ગેટ કરી શકે છે.

You might also like