ચીન ઈફેક્ટઃ ચાંદીમાં રૂ. ૫૦૦નો ઉછાળો

અમદાવાદ: ચીનમાં જોવા મળેલી આર્થિક નરમાઇના પગલે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં ૫૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ચાંદી પ્રતિકિલો રૂ. ૩૪૦૦૦ની સપાટીએ જોવા મળી છે.
દરમિયાન સલામત રોકાણ તરીકે સોનાના માગમાં પણ વધારો થતાં સોનાના ભાવમાં વધુ ૪૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને ૨૬,૪૦૦ની સપાટીએ આજે શરૂઆતે ભાવ ખૂલ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાત સપ્તાની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. સોનું વૈશ્વિક બજારમાં ૦.૧ ટકાના સુધારે ૧,૦૯૨ની સપાટીએ જોવાયું હતું. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલર સામે રૂપિયાની નરમાઇ તથા વૈશ્વિક બજારમાં જોવા મળેલા ભાવમાં સુધારાના પગલે સ્થાનિક બજારમાં તેની સકારાત્મક અસર જોવા મળી છે, જે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે. ઘટાડે રોકાણરૂપી ખરીદી વધતાં સ્થાનિક બજારમાં તેની સીધી અસર જોવા
મળી છે.

You might also like