ભારતીય ફિલ્મોની સ્ક્રિનિંગ માટે ચીને બમણો કર્યો કોટા

બીજિંગ: તીની નવ વર્ષ દરમિયાન કુંગ ફૂ યોગા અને બડીઝ ઇન ઇન્ડિયા જેવી સંયુક્ત નિર્માણ વાળી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારી કમાણીથી ઉત્સાહિત થઇને ચીને અહીંના થિયેટરોમાં ભારતીય ફિલ્મોના કોટા વધારી દીધા છે.

ભારતીય ફિલ્મોનું પ્રમોશન કરનાર ચીની કંપની સ્ટ્રેટજિક અલાયન્સના સહયોગી પ્રસાદ શેટ્ટીએ જણાવ્યું, ”ચીને આ વર્ષે ચાર ભારતીય ફિલ્મોને અનુમતિ દેવા પર સહમતિ જતાઇ છે.” ચીન પ્રતિ વર્ષ 34 વિદેશ ફિલ્મોની સ્ક્રિનિંગની અનુમતિ આપે છે જેમાં ભારતીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી બેનો કોટા નક્કી હતો. આ કોટાને વધારીને ચાર કરી દેવેમાં આવ્યો છે. વધારે કોટા હોલીવુડની ફિલ્મો માટે છે.

શેટ્ટીએ કહ્યું, ‘કોટા વદારી દેવામાં આવ્યો છે કારણ કે ભારતીય ફિલ્મોનું પ્રદર્શન સારું થઇ રહ્યું છે.’ ચીનમાં સરકારી ફિલ્મ એજન્સીઓની અનુમતિ વગર વિદેશી ફિલ્મોને સીધી રિલીધ કરી શકાય નહીં.

You might also like