ચીનનો આ પ્લાન જો સફળ થશે તો ભારતને પડી શકે છે મુશ્કેલી!

કાશ્મીર અને અરૂણાચલ પર ચીનની ઘણા સમયથી નજર રહેલી છે. તિબ્બત પર ચીને કેવી પોતાનો કબ્જો કેવી રીતે કર્યો તે સૌ જાણે છે. ચીન બીજી તરફ પાકિસ્તાનને પણ મદદ કરી રહ્યું છે અને વન રોડ વન બેલ્ટ પ્રોજેક્ટ ભારત માટે ચિંતાનો વિષય છે. પરંતુ એક બીજા વિષયને લઇને ભારતે બેજીંગ સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો છે. આ મામલો છે બ્રહ્મપુત્ર નદી સાથે જોડાયેલો છે. ચીન બ્રહ્મપુત્ર નદી પર ઘણા ડેમ બાંધી ચુક્યું છે. હવે ચીન એવું કામ કરવા જઇ રહ્યું છે જેને લઇને ભારત માટે ચિંતાનો વિષય છે. ચીન બ્રહ્મપુત્ર નદીના વહેણને બદલવા માટે 1000 કિમી લાંબી ટનલ બનાવવા જઇ રહ્યું છે.

આ ટનલ બની ગયા બાદ ચીનનો એક રણજેવો વિસ્તારમાં ગ્રીનહરી જોવા મળશે. જેના કારણે ભારતના ઘણા ભાગમાં પાણીની અછત જોવા મળી શકે છે, જ્યાં બ્રહ્મપુત્રા દ્વારા હાલમાં પાણી મળી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી 2900 કિમી લાંબી છે. આ હિમાલયના કૈલાશ પર્વત પાસેથી નિકળે છે અને ચીન થઇને ભારતમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ બાંગ્લાદેશમાં થઇને દરિયામાં મળી જાય છે. ભારતમાં આ નદી અંદાજે 900 કીમી લાંબી છે અને ઘણી મહત્વની છે.

You might also like