ડોકલાક વિવાદ મુદ્દે ભારતનાં તીખા પ્રતિભાવની ચીનને આશા નહોતી

બ્રસેલ્સ : સિક્કિમ સીમા પર ડોકલામ વિસ્તારમાં ભારતની આટલી આકરી પ્રતિક્રિયા આવશે તેવો અંદાજ ચીને લગાવ્યો નહોતો. યૂરોપીય સંસદનાં વાઇસ પ્રેસિડેન્ટ અરેસાર્દ ચારનિયેત્સકીએ પોતાનાં એક લેખમાં ટીપ્પણી કરી હતી. ચારનિયેત્સકીએ ઇપી ટુડેમાં લખેલા એક લેખમાં કહ્યું કે, ચીનને આ વાતનો જરા પણ અંદાજ નથી કે ભારત ભૂટાન સીમા સંરક્ષણ માટે આટલા આકરા અંદાજમાં રજૂ થશે.

નોંધનીય છે કે 16 જૂને ચીનની સેનાનાં ડોકલામ ક્ષેત્રનાં ડોકલાથી જોમ્પેલરી ખાતે ભૂટાન આર્મીનાં કેમ્પની તરફ માર્ગ બનાવવાની શરૂઆત કરી હતી. જ્યારે ભૂટાન અને ચીનની વચ્ચે સીમા પર વાતચીત ચાલી રહી છે. ત્યાર બાદ ભારતે તેમાં હસ્તક્ષેપ કર્યું હતું. ડોકલામમાં ભારતીય સેના અને ચીની સેનામાં તનાતની બાદ બંન્ને દેશોની વચ્ચે તનાવપુર્ણ માહોલ છે.

યૂરોપીય સંસદનાં વાઇસ પ્રેસિડેન્ટે પોતાનાં લેખમાં ચીનનાં તે અસત્યનો પણ પર્દાફાશ કર્યો જેમાં બીજિંગે કહ્યું કે તેણે શાંતિપુર્ણ ઉદયનાં કારણે કોઇ દેશને તકલીફ નહી થાય. તેમણે કહ્યું કે ચીન તે વિદેશ નીતિને અપનાવી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ માન્ય નથી. ચીન હાલનાં દિવસોમાં સીમાં વિવાદ માટે ભારતને જવાબદાર ગણાવીને રોજિંદીરીતે નિવેદનબાજી કરી રહ્યું છે.

ભૂટાને કહ્યું કે અમારૂ 1988 અને 1998નું લેખીત સમજુતી પણ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સીમા મુદ્દે અંતિમ સમાધાન થતા સુધી બંન્ને પક્ષ પોતાનાં સીમાવર્તી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સંમત છે. માર્ચ 1959નાં પહેલાની જેમ જ સીમા પર યથાસ્થિતી જાળવી રાખવામાં આવશે. સમજુતીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંન્ને પક્ષ કોઇ પ્રકારની એકતરફી કાર્યવાહીથી બચશે, બળ પ્રયોગ નહી કરે અને સીમાની સ્થિતી બદલાવાનાં પ્રયાસો કરશે.

You might also like