ચીન ભારતની ડાયમંડ જ્વેલરીનો બીજા નંબરનો આયાતકાર દેશ

મુંબઇ: અમેરિકા બાદ ચીન ભારતમાં ડાયમંડ જ્વેલરીનો બીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ બન્યો છે. કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા એકઠા કરાયેલા ડેટા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં ચીનમાં કરવામાં આવેલી ડાયમંડ જ્વેલરીની િનકાસમાં આશ્ચર્યજનક ૨૪.૪૮ ટકાનો વધારો નોંધાઇ ૨.૪૮ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે.

અમેરિકા બાદ ચીન વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાથી ત્યાં ડાયમંડ જ્વેલરીની નિકાસ કેમ વધી ના શકે તે અંગે તકો ચકાસવામાં આવી હતી. બંને દેશ વચ્ચે સંમેલનમાં ભારતીય ડાયમંડ જ્વેલરીના ઉત્પાદકો સાથે ચીનમાં વેચાણકર્તા સાથે પણ મુલાકાતો અને ચર્ચા કરવામાં આવી હતી, જેના કારણે નિકાસ વધવાની આશા હતી.
http://sambhaavnews.com/

You might also like