ભારત- અમેરિકાની મિત્રતાથી ગિન્નાયેલ ચીને આતંકવાદ મુદ્દે PAKનું સમર્થન કર્યુ

બીજિંગ : ભારત અને અમેરિકા દ્વારા પાકિસ્તાનને સીમા પારથી આતંકવાદ રોકવા માટે કહેવાનાં એક દિવસ બાદ આજે ચીને પોતાનાં સદાબહાર સહયોગીનું મજબુતીથી બચાવ કરતા કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ લડાઇમાં પાકિસ્તાન સૌથી આગળ ઉભુ છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લુ કાંગે અહીં પત્રકારોને કહ્યું કે, ચીનનું માનવું છે કે આતંકવાદની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવું જોઇએ.

આંતરરાષ્ટ્રીય સમુદાયને આ અંગે પાકિસ્તાનનાં પ્રયાસોને પુર્ણ માન્યતા અને સમર્થન આપવું જોઇએ. તેમની ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વાતચીત બાદ બાદ ચાલી રહેલ ભારત – અમેરિકાનાં સંયુક્ત નિવેદનની પ્રતિક્રિયામાં આવી છે. લુનાં નિવેદનની પ્રતિક્રિયામાં કહ્યું કે, આપણે કહેવું જોઇએ કે પાકિસ્તાન આતંકવાદની વિરુદ્ધ લડાઇમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ ઉભુ રહ્યું છે અને આ અંગે પ્રયાસ કરી રહ્યા છે.

ભારત અને અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરે કે તેની જમીનનો ઉપયોગ સીમા પાર આતંકવાદ માટે ન કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકાની ગાઢ મિત્રતાથી ચિન્ન ગિન્નાયું છે.

You might also like