લદ્દાખમાં PLA અને ભારતીય સૈન્ય વચ્ચે ઘર્ષણ અંગે કોઇ માહિતી નહી : ચીન

બીજિંગ : ચીને બુધવારે કહ્યું કે તેને લદ્દાખમાં પેગોન્ગ તળાવ કિનારે ભારતીય ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. ચીને તેમ પણ કહ્યું કે, તે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સુરક્ષા દળોએ લદ્દાખમાં ચીની સૈનિકોની ભારતીય વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયાસને મંગળવારે નિષ્ફળ બનાવી દીધો હતો.

આ ઘટના બાદ પથ્થરમારો થયો અને બંન્ને તરફનાં લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી. જો કે વિદેસ મંત્રાલયનાં પ્રવક્તા હુ ચિનયિંગે આ ઘટના અંગે ટીપ્પણી કરતા કહ્યું કે મને આ અંગેની કોઇ માહિતી નથી .તેમણે કહ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મીનાં જવાન લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલનાં ચીની હિસ્સા સાથે હંમેશા પેટ્રોલિંગ કરે છે. તેમણે કહ્યું કે ભારત – ચીન સીમા પર શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

પ્રવક્તાએ કહ્યું કે, અમે ભારતીય પક્ષીને અપીલ કરીએ છીએ કે તેઓ એલએસી અને બંન્ને પક્ષો વચ્ચે પ્રાસંગિક સંધિઓનું પાલન કરે. લદ્દાખમાં આ પરિસ્થિતી તેવા સમયે પેદા થઇ છે જ્યારે ભારત અને ચીન વત્તે ગત્ત બે મહિનાથી સિક્કીમ સેક્ટરનાં ડોકલામમાં ગતિરોધ ચાલી રહ્યો છે.

You might also like