ચીની બચ્ચાંઓમાં છવાયું છે રમકડાંનું તીરકામઠું

બાળકોને જો તીરકામઠાંની રમત રમવી હોય તો? એ માટે ચીનના ચેન્ગડુ શહેરમાં એક લેટેસ્ટ ટોયનો અાવિષ્કાર થયો છે. હથેળી કરતાંય નાની સાઈઝ અને ટૂથપિકને તીર તરીકે ફેંકી શકાય એવડું તીરકામઠું હાલમાં ચીનનાં બાળકોમાં જબરું લોકપ્રિય થઈ ગયું છે. બાળકો સફરજન કે અન્ય સોફ્ટ ટાર્ગેટને સામે રાખીને ટૂથપિક, સોય કે એવી કોઈ પણ ધારદાર ચીજ કામઠા પર રાખીને નિશાન લગાવે છે. દુકાનો અને ઓનલાઈન સ્ટોર્સમાં લગભગ ૭ યુઅાન એટલે કે લગભગ ૭૦ રૂપિયામાં મળતું અા રમકું બાળકોમાં લોકપ્રિય થયું ગયું છે.
http://sambhaavnews.com/

You might also like