ચીનની ઐતિહાસિક દીવાલ પર ૧૫૦ લોકોએ યોગાસન કર્યાં

ચીનની સુવિખ્યાત દીવાલ પર ૧૫૦ લોકોએ યોગાસન કર્યા હતાં. ચીનની દીવાલ પર લાલ ટીશર્ટમાં સજ્જ યુવાનોને અઘરાં યોગાસનો કરતા જોવા એ ખરેખર એક અદ્ભુત લહાવો હતો. ભારતના વિદેશ રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન વી. કે. સિંહે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વી. કે. સિંહ બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનોના સંમેલનમાં ભાગ લેવા હાલ બિજિંગમાં છે. યોગાસન કરનાર એક ચાઈનીઝ યુવતી વાંગ કેને જણાવ્યું હતું કે યોગથી મને ખુશી મળે છે. તેણે જણાવ્યું હતું કે યોગ શિક્ષક બનવા મેં મારી નોકરી છોડી દીધી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે મારું સ્વપ્નું યોગ ભૂમિ ભારતની મુલાકાત લેવાનું છે. કાર્યક્રમના આયોજનમાં બિજિંગ્સ સ્થિત ચાઈનીઝ પિપલ્સ એસોસિએશન ફોર ફ્રેન્ડશિપ વિથ ફોરેન કન્ટ્રીઝ અને અત્યંત મશહુર યોગી યોગ સ્કૂલે પણ મદદ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like