ભારતના વિરોધ છતાં PoKમાં ડેમ બનાવશે ચીન

બેઇજિંગ: ચીન પીઓકેમાં વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવા જઇ રહ્યું છે. ચીનની સરકારી કંપનીએ આ ડેમ બનાવવાનું એલાન કર્યું છે. આ મામલે ભારતે સખત વિરોધ કર્યો છે તે છતાં ચીન પોતાની યોજનાઓ પર મક્કમ છે અને ત્યાં કામ ચાલું છે. ચીનની સૌથી મોટી સરકારી હાઈડ્રોપાવર કંપનીઓમાંની એક CTGCએ પીઓકેમાં ડેમ બનાવવા માટે સમજૂતિ પણ કરી લીધી છે.

ક્યાં બનશે ડેમ..કેટલો ખર્ચ થશે
CTGCએ ચીનમાં સૌથી મોટો ડેમ બાંધ્યો છે અને હવે તેણે પીઓકેમાં કોહાલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે સમજૂતિ કરી લીધી છે. CTGC કંપનીએ પોતાની વેબસાઇટ પર આ અંગે સુચના પણ આપી છે. ઝેલમ નદી પર બની રહેલા ડેમમાંથી 1100 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચો 2.4 અરબ ડોલર જેટલો થવાની શક્યતા છે.

સમજૂતિ પર ચીનની દલીલ
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સને અનુસાર ચીને આ માટે 30 વર્ષની ટેરિફ સમજૂતિ કરી છે. ભારત પહેલેથી જ ચીનના આ કાર્યનો વિરોધ કરી રહ્યું છે ત્યારે ચીને આ બાબતને એકદમ વ્યાવસાયિક કાર્ય ગણાવ્યું છે. ચીનનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરતી વખતે કાશ્મીર મુદ્દે કોઇ પણ પુર્વાગ્રહ નથી રાખવામાં આવ્યો. સાથે સાથે એવું પણ જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે ચીનનું વલણ ઉદાસીન છે.

You might also like