ચીને મારી ફરી ગુલાટ, બ્રિક્સ સંમેલનમાં પાક. પ્રેરિત આતંકવાદ મુદ્દે વાતચીત નહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસ અગાઉ ચાઇનાએ ફરી એકવાર ગુલાટ મારી છે. ચીને ગુરૂવારે કહ્યું છે કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતની ચિંતાઓ પર આવતા અઠવાડિયે યોજાનાર બ્રિક્સ શિખર સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે નહી. આ અગાઉ પણ ચીને પોતાના મિત્ર પાકિસ્તાનનો ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર બચાવ કર્યો છે તેમજ આતંકવાદ સામેની લડાઇ માટે પાકિસ્તાનના વખાણ કર્યા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદ વિરૂધ્ધના પ્રયાસોમાં સૌથી આગળ છે અને તેને માટે બલિદાન પણ આપે છે. ચીને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાન દ્વારા આતંકવાદ વિરુધ્ધના યોગદાનને માન્યતા આપવી જોઇએ.

You might also like