ચીન સરહદે ભારતીય સેનાએ બંકરો બાંધવાનું શરૂ કરી દીધું

ઉત્તરકાશી: ચમોલીમાં ચીનના સૈનિકોની ઘૂસણખોરી અને ડોકલામમાં ભારત-ચીન વચ્ચે ઉગ્ર બની રહેલી તંગદિલીની અસર હવે ઉત્તરાખંડ સાથેની સરહદ પર વર્તાઇ રહી છે. ૧૯૬રનાં યુદ્ધ બાદ પ્રથમ વાર હવે ભારતીય સેેના સક્રિય થઇ ગઇ છે અને ચીન સાથેના સંભવિત યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે.

ભારતીય સેનાના બંગાળ એન્જિનિયરિંગ ગ્રૂપ (બીઇજી) જૂનાં બંકરોની મરામત સાથે નવાં બંકરો બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારત તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના કમાન્ડન્ટ કેદારસિંહ રાવતેે જણાવ્યું હતું કે સરહદ પર હાઇએલર્ટ છે અને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ચીન સાથેની ૩૪પ કિ.મી. લાંબી સરહદ છે અને તેમાં ૧રર કિ.મી. ઉત્તર કાશી જિલ્લામાં આવેલ છે. સમુદ્રની સપાટીથી ૩૮૦૦થી લઇને ૪૬૦૦ મીટરની ઊંચાઇ પર કાતીલ ઠંડીમાં પણ આઇટીબીપીના જવાનો નવ ભારતીય ચોકીઓ પર ર૪ કલાક પહેરો ભરી રહ્યા છે.

ચીનના ઇશારે ભારત વિરુદ્ધ આતંકીઓની સાજિશ
પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે)માં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે. ચીન પીઓકેમાં માળખાગત સુવિધાઓ વધારવા મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. તેના રોકાણથી થનાર આર્થિક લાભનો સીધો ઉપયોગ પીઓકેના આતંકી સંગઠનોનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ૩૦થી વધુ ધાર્મિક અને જેહાદી સંગઠનોએ દિફા-એ-પાકિસ્તાન નામના સંંગઠનની રચના કરી છે છે જે સમગ્ર પાકિસ્તાનમા રેલીઓ યોજીને કાશ્મીરમાં આતંક ભડકાવવાનું કામ કરશે. સૂત્રોના જણાવ્યા અનુુુસાર આ સંગઠનનું મુખ્ય કામ ભારત વિરુદ્ધ એક નવી આતંકી ફોજ ઊભી કરવાનું છે.

You might also like