ચીનની શાળા બહાર થયો વિસ્ફોટ : 7 લોકોનાં મોત

જિઆંગ્સુ : ચીનથી આવી રહેલા સમાચાર અનુસાર કિંડરગાર્ટન શહેરમાં સ્કૂલનાં ગેટ પાસે મોટો બ્લાસ્ટ થયો છે. જેમાં 7 લોકોનાં મોત નિપજ્યા છે. બીજી તરફ 50થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમાં શાળાના બાળકોનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટ સાંજે 4.50 વાગ્યે થયો છે. ચીનનાં મીડિયા અનુસાર હજી સુધી તે પણ સ્પષ્ટતા થઇ શકી નથી કે વિસ્ફોટ કઇ રીતે થયો.

મળતી માહિતી અનુસાર જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બાળકોનાં માતા – પિતા સ્કુલનાં ગેટની બહાર ઉભા હતા. તેમાં કેટલાક લોકો ઘાયલ થયાનાં સમાચાર છે. એટલું જ નહી કેટલાક ઘાયલો લોહીથી ખરડાયેલા જોઇ શકાય છે. આ વિસ્ફોટમાં કેટલાક લોકનાં કપડા પણ સળગી ગયા છે. ઘાયલોમાં કેટલાક શાળાનાં બાળકો પણ જોઇ શકાય છે.

નજરે જોરાનાં લોકોનાં અનુસાર આ વિસ્ફોટ સાંજે પાંચ વાગ્યા થયો છે. આ વિસ્ફોટ એક ફૂડ વેન્ડર પાસે થયો છે અને તેમાં કેટલાક લોગો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્ફોટ પૂર્વી ચીનનાં જિઆંગ્સૂ પ્રાંતનાં ફેંગજિઆનમાં થયો છે. ચીનનાં આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારનાં હૂમલાઓ થઇ ચુક્યા છે. જો કે હજી સુધી કોઇ સંગઠને આની જવાબદારી લીધી નથી.
http://sambhaavnews.com//

You might also like