ચીને હવે મુસ્લિમ નામો પર લગાવ્યો પ્રતિબંધ

પેઇચિંગ: ધાર્મિક કટ્ટરપંથના વધતાં ચીને હવે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. પેઇચિંગે અશાંત મુસ્લિમ બહુલ શિનજાંગ પ્રાંતથી સંબંધ રાખનાર બાળકોના નામ ‘સદ્દામ’ અને ‘જિહાદ્દ’ રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હ્યૂમન રાઇટ વોચે કહ્યું કે શિનજાંગના અધિકારીઓએ તાજેતરમાં જ ઘણા બધા આવા નામો પર પ્રતિબંધ લગાવી દીધો હતો જે મુસ્લિમોમાં ઘણા સામાન્ય છે. અધિકારીઓનું માનવું હતું કે એનાથી ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન મળે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચીને ઇસ્લામ, કુરાન, મક્કા, જિહાદ, ઇમામ, સદ્દામ, હજ અને મદીના જેવા નામો રાખવા પર પ્રતિબંઘ લગાવી દીધો છે. પ્રતિબંધ નામોની યાદીમાંથી જો કોઇ બાળકનું નામ રાખવામાં આવશે તો રાજ્ય દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી દૂર રાખવામાં આવશે. ચીને આ પગલું આ વિસ્તારમાં આતંકના વધતાં જોખમ સામે સામનો કરવા ઉઠાવ્યું છે. શિનજાંગ વિસ્તારમાં આશરે એક કરોડ ઉઇગર મુસ્લિમ રહે છે.

જો કે હજુ સુધી બધા નામોની યાદી તૈયાર કરાઇ નથી. સાથે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ નામોના પ્રતિબંધ કરવા પાછળ શું માન્યતા છે. 1 એપ્રિલે શિનજાંગના અધિકારીઓએ જાહેર સ્થળો પર દાઢી અને બુરખા પર પ્રતિબંધના નવા નિયમો રજૂ કર્યા હતા. આ નિયમો ના પાળનાર લોકોને સજા આપવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like