૧૨૦થી વધુ આપઘાત છતાં ચીને અાતંક વિરોધી કાયદો પસાર કર્યો

બેઇજિંગ: ચીને સુરક્ષા અધિકારીઅોને ‍વધુ પડતી શક્તિઅો અાપનાર પોતાના પહેલા અાતંકવાદ વિરોધી કાયદો પસાર કરી દીધો છે. અા કાયદો સેનાને અાતંકવાદ વિરોધી અભિયાનો પર અન્ય દેશોમાં કાર્યવાહી કરવાની પરવાનગી અાપે છે. સાથે સાથે અાઈટી કંપનીઅો માટે પણ અાવશ્ક કરાયું છે કે તેઅો ઇન્સ્ક્રિપ્શન જેવી સંવેદનશીલ જાણકારીઅો સરકારને અાપે. અાતંકવાદ વિરોધી અા કાયદો તિબેટ સહિત અન્ય પ્રાંતમાં પણ લાગુ થશે.

સુરક્ષા નિયંત્રણ વધારવા વિરુદ્ધ તિબેટમાં ભૂતકાળમાં ૧૨૦થી વધુ લોકોઅે અાત્મહત્યા કરી છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાઈ સમિતિઅે ૧૫૯ સભ્યોની મરજીથી અા કાયદો સ્વીકારી લીધો છે. તેને સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીઅે મંજૂરી અાપી હતી. નવા કાયદાથી વિદેશોમાં અાતંકવાદ વિરોધી અભિયાનમાં પીપલ્સ લિબ્રેશન અાર્મીને ભાગ લેવાનું કાયદેસર બનાવાયું છે.

નવા કાયદા મુજબ પીએલઅે અને દેશના સશસ્ત્ર પોલીસ દળ કેન્દ્રીય સહયોગ અાયોગની મંજૂરી સાથે અાવા અભિયાન ચલાવી શકે છે. લોક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઅો પણ વિદેશોમાં અાંતકવાદ વિરોધી અભિયાન માટે સૈનિકો મોકલી શકે છે. અા કાયદો સુરક્ષા એજન્સીઅોને વધુ પડતી શક્તિઅો અાપે છે.

ચીને કહ્યું કે શિજિયાંગથી ઇટીઅાઈએમના કેટલાયે કટ્ટરવાદી અાઈઅેસ તરફથી લડવા માટે સિરિયા ગયા અને તેમાંથી કેટલાક દેશમાં થયેલા હુમલાઅોને અંજામ અાપવા સ્વદેશ પરત ફર્યા. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ગેબ્રિલ પ્રાઈઝે કહ્યું કે અમારું માનવું છે કે અા કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા, સભા કરવા શાંતિપૂર્ણ જમા થવા અને ધર્મની સ્વતંત્રતા ઉપર વ્યાપક પ્રતિબંધનો માર્ગ મોકળો કરશે.

નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીઅે સર્વસંમંતિથી અા કાયદાને રજૂ કર્યો. જેને પહેલા સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી અોફ ચાઈનાઅે મંજૂરી અાપી હતી.

You might also like