તિબેટના માર્ગે નેપાળ સુધી રેલવે લાઇન બનાવશે ચીન, બંને દેશો વચ્ચે થયા 10 કરાર

બિજિંગ: ભારત પર પોતાની નિર્ધરતા ઓછી કરવા માટે નેપાળે ચીન સાથે તિબ્બત થઇને પસાર થનાર રેલવે લાઇન બનાવવાની સહમતિ પ્રાપ્ત કરી લીધી છે. રવિવારે નેપાળના પીએમ કેપી ઓલીની પહેલી ચીન યાત્રાના પ્રથમ દિવસે આ ખાસ કરાર થયો છે. પોતાના સંબંધોને મજબૂતી આપતાં નેપાળ અને ચીને 10 કરાર કર્યા છે.

ઓલીના અનુરોધ પર ચીનના પ્રીમિયર લી કેકિયાંગે રણનીતિક રેલવે લાઇન બનાવવાની સહમતિ આપી. આ ઉપરાંત ટ્રાંજિટ ટ્રેડ ડીલનો પણ મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. આ પહેલાં કેકિયાંગે ઓલીનું ઔપચારિક સ્વાગત કર્યું. ઓલીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી.

નેપાળમાં મધેશી આંદોલન દરમિયાન ભારતને અડીને આવેલી સીમા પર નાકાબંધી બાદ સામાન્ય જનજીવન પર ખરાબ અસર વર્તાઇ હતી. પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે નેપાળનો એક મોટો વર્ગ ભારતમાંથી આવનાર પુરવઠા પર નિર્ભર છે. તે દિવસોમાં તેને લઇને નેપાળમાં ભારત પર નિર્ભરત ઓછી કરવાની માંગ પર ભાર મુક્યો હતો.

ઓલીના સાત દિવસીય પ્રવાસ વિશે નેપાળના વિદેશ મંત્રાલયે સત્તાવાર જાણકારી આપી. તેમના નિવેદન અનુસાર નેપાળ અને ચીનના વેપાર, સીમા સુરક્ષા, માળખાકીય વિકાસ, ઉર્જા ક્ષેત્રે પરસ્પર મદદ, પર્યટન, નાણાંકીય, શિક્ષા અને સાંસ્કૃતિક જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી. આ દરમિયાન તિબેટથી પસાર થનાર રેલવે લાઇન બનાવવાની વાત કરી.

ચીનના વિદેશ મંત્રાલયની સીનિયર અધિકારી હોઉ યાંકીએ મુલાકાત વિશે જણાવ્યું કે ચીન સરકર પોતાની સંસ્થાઓને આ ઇન્ટરનલ રેલવે લાઇનના નિર્માણ માટે આગળ કરશે. પહેલાં પણ તિબેટથી પસાર થનાર શિગત્સેથી ગ્યીરોંગ થઇને નેપાળ સુધી જનાર રેલવે લાઇન બનાવવા મુદ્દે વિચાર કરી રહ્યું હતું. જો કે નેપાળના પીએમના અનુરોધ બાદ તેના માટે તાત્કાલિક હા કરી દેવામાં આવી. ભૌગૌલિક પરિસ્થિતિના લીધે આ નિર્માણ પર ખૂબ ખર્ચ થવાની સંભાવના છે.

ટ્રાંજિટ ટ્રેડ ડીલ પર કરાર બાદ નેપાળનની નિર્ભરતા ભારત પર ઘણી હદે ઓછી થઇ જશે. ચીન દ્વારા નેપાળના ખાસ પર્યટન સ્થળ પોખરામાં એક નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બનાવવામાં આવશે.

You might also like