ચિમ્પાન્ઝી રોજની ૨૦ સિગારેટ ફૂંકે છે

સરમુખત્યારશાહીની એડી નીચે દબાયેલું નોર્થ કોરિયા અત્યંત વિચિત્ર રાષ્ટ્ર છે. ત્યાંના રાજધાની પ્યોંગયોંગમાં ખૂલેલું નવું પ્રાણીસંગ્રાહલય  એવીજ એક વિચિત્ર બાબત માટે ચર્ચામાં આવ્યું છે. ચર્ચાનું કેન્દ્ર છે એ પ્રાણીસંગ્રહાલયમાં રહેલી મા ચિમ્પાન્ઝી એઝાલિયા. આ ચિમ્પાન્ઝી સિગારેટ પીવાની શોખીન છે. તે રોજની ૨૦ સિગારેટ ફૂંકી જાય છે. ૧૮ વર્ષની આ ચિમ્પાન્ઝીએ જાતે જ કોઈક રીતે સિગારેટ પીવાનું શીખી લીધેલું. એ પછી તો એના ટ્રેઈનરે એને આ બાબતે પ્રોત્સાહન આપ્યું અને હવે એ માણસની જેમ જ સિગારેટ પીવા લાગી છે.

You might also like