આ રીતે બનાવો ચિલી પનીર

સામગ્રી

200 ગ્રામ પનીર

1 ચમચી મેંદો

1 ચમચી કોર્ન સ્ટાર્ચ

7-8 ચમચી લીલા મરચા

નાની ડુંગળી (ઝીણી સમારેલી)

1 ચમચી આદુ મરચાની પેસ્ટ

2 મધ્યમ કેપ્સીકમ મરચા

મીઠુ સ્વાદ અનુસાર

2 ચમચી સોયા સોસ

1 ચમચી ટોમેટો સોસ

2 ચમચી ખાંડ

11/2 ચમચી તેલ

બનાવવાની રીતઃ મેદા અને કોર્ન સ્ટાર્ચને એક બાઉલમાં થોડુ પાણી એડ કરીને મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. પનીરના ટૂંકડાને મેદા અને કોર્ન સ્ટાર્ચમાં રગદોડી તેલમાં મધ્યમ આંચમાં તળી લો. કિચન પેપર ટોવેલમાં તેને નિકાળી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં આદુ મરચાની પેસ્ટ એડ કરો, ત્યાર બાદ તેમાં ડુંગળી, કેપ્સીકમ મરચા અને લીલા મરચા એડ કરો અને બે મિનિટ સુધી તેને હલાવો. જ્યારે મસાલા ચઢવા આવે ત્યારે તેમાં પનીર, મીઠું, સોયા સોસ અને ટામેટાનો સોસ એડ કરીને બધી જ સામગ્રી બરોબર મિક્સ કરો. તૈયાર સ્વાદિષ્ટ ચિલી પનીરને ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરો.

 

You might also like