ચિલીમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપથી ઈમારતો ધ્રૂજી ઊઠી

સેન્ટિયાગો: ચિલીના મધ્ય વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૬.૩ની તીવ્રતાવાળો ભૂકંપ આવતા સેન્ટિયાગોની ઈમારતો ધ્રૂજી ઊઠી હતી. જોકે ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકસાન કે ખુવારી થઈ હોવાના અહેવાલો નથી. અધિકારીઓએ દેશના લાંબા સમુદ્ર કિનારા પર સુનામી આવવાની દહેશતને રદિયો આપ્યો છે.

યુએસ જિઓલોજિકલ સર્વે અનુસાર મંગળવારે રાત્રે આવેલા ૬.૩ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર ઓવાલેથી ૨૫ માઈલ (૪૦ કિ.મી.) પશ્ચિમમાં હતું. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે ૯.૩૩ કલાકે આવ્યો હતો અને તેનાથી સેન્ટિયાગોમાં ઈમારતો ધ્રૂજી ઊઠી હતી. ચિલીની ઈમર્જન્સી સેવા કાર્યાલયે જણાવ્યું હતું કે જાનમાલને કોઈ પ્રકારનું નુકસાન કે ખુવારી થઈ હોવાના કોઈ તત્કાલ અહેવાલો મળ્યા નથી. ચિલીમાં અવારનવાર ભૂકંપના આંચકા આવે રાખે છે. અહીં વર્ષ ૨૦૧૦માં આવેલા ૮.૮ની તીવ્રતાના ભૂંકપને કારણે સુનામીમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત થયા હતાં અને ૨,૨૦,૦૦૦ મકાન ધરાશાયી થયાં હતાં.

You might also like