બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું કેટલું સાચું અને કેટલું ખોટું?

કેટલાક લોકોનું એવું માનવું છે કે સ્કૂલોમાં બાળકોને પોર્નોગ્રાફી અને સેક્સટિંગની અસર માટે જણાવું જોઇએ. બ્રિટનમાં ગેરસરકારી સંગઠન પ્લાન ઇન્ટરનેશનલ યૂકેનો દાવો છે કે 75 ટકા લોકો પોર્નની અસરને સિલેબસમાં અનિવાર્ય તરીખે સમાવેશ કરાવવા ઇચ્છે છે.

જો કે સંગઠને પોતાના સર્વેના હવાલાથી એવું પણ કહ્યું કે સાત ટકા લોકો એના વિરુદ્ધ છે. 2000 વ્યસ્ક લોકો પર કરવામાં આવેલા આ સર્વેમાં 71 ટકા લોકોનું માનવું છે કે બાળકોને સેક્સટિંગથી જોડાયેલા સબક માટે પણ શીખવાડવું જોઇએ. સેક્સમાટે કરવામાં આવેલા ચેટિંગને સેક્સટિંગ કહેવામાં આવે છે.

બ્રિટનમાં હાલમાં 11 વર્ષથી ઉપરના બાળકોને યૌન શિક્ષા અનિવાર્ય રૂપથી આપવા માટેનું પ્રાવધાન છે. પરંતુ તેમ છતાં ઘણી બધી સ્કૂલો નેશનલ સિલેબસને લાગૂ કરવા માટે સહેમત નથી.

સ્કોટલેન્ડ, વેલ્સ અને આયરલેન્ડની સેકેન્ડરી સ્કૂલોમાં સેક્સ માટે ભણાવવામાં આવે છે. પરંતુ એના માટે તેમના પોતાના સૂચનો છે.

અહીંયા મા બાપ ઇચ્છે તો એમના બાળકોને આ ક્લાસથી દૂર રાખી શકે છે.

home

You might also like